- હાડ કંપાવતી હશે આ વખતે ડીસેમ્બરની ઠંડી
- નૈનીતાલ, દહેરાદૂન કરતા દિલ્હીમાં વધુ ઠંડી
- દિલ્લીમાં આજે 3 ડિગ્રી સુધી ઘટવાની સંભાવના
દિલ્લી: પશ્ચિમ હિમાલયથી આવતા બર્ફીલા પવનોને કારણે દિલ્હીમાં ઠંડી વધી ગઈ છે. હાડ કંપાવી દેનાર શીત લહેરને કારણે મંગળવારે દિલ્હીમાં ન્યુનતમ તાપમાન સામાન્યથી 5 ડીગ્રી ઓછુ 4.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિઝનમાં આ સૌથી ઓછુ તાપમાન રહ્યું. નૈનિતાલની વાત કરીએ તો ત્યાં ન્યુનતમ તાપમાન 5 અને દહેરાદૂનમાં 8 ડિગ્રી રહ્યું.
દિલ્હીમાં મહત્તમ તાપમાન પણ 18.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું, જ્યારે સોમવારે તે 19.4 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે ન્યુનતમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે. જ્યારે મેદાની વિસ્તારમાં ન્યુનતમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહેવા પર શીત લહેર જાહેર કરવામાં આવે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સવારે ન્યુનતમ તાપમાન 4.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જાફરપુરમાં તાપમાનનો પારો ૩.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યો. આયાનગર અને લોધી રોડ હવામાન કેન્દ્રોમાં ન્યુનતમ તાપમાન અનુક્રમે 4.0 અને 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
2019માં 28 ડિસેમ્બરે ન્યુનતમ તાપમાન 2.4 ડિગ્રી, 2018 માં 29 ડિસેમ્બરે 2.6 ડિગ્રી નોંધાયું હતું. ઓલ-ટાઇમ રેકોર્ડ 1930માં 27 ડિસેમ્બર છે, જ્યારે તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી પર પહોંચ્યો હતો. અત્યારે શીત લહેરનો પ્રકોપ જારી રહેવાની સંભાવના છે.
-દેવાંશી

