- મુખ્યમંત્રી કેસીઆરનો નિર્ણય
- 48 હજાર કર્મચારીઓની હકાલપટ્ટી
- કેસીઆરનું આ ગેરજવાબદારીનું પગલું છે-ભાજપ
- ભાજપે રાજય સરકાર પર નિશાન સાધ્યું
સ્ટેટ રોડ ટ્રાંસપોર્ટ કોર્પોરેશનના 48 હજાર કર્મચારીઓને રાજ્ય સરકારે નોકરીમાંથી કાઢી મુક્યા છે,આ કર્મચારીઓ શુક્રવારની રાતથી જ હડતાલ પર ઉતર્યા હતા,તેમની માંગ એ હતી કે આરટીસીનું સરકાર સાથે વિલય કરવામાં આવે,ત્યારે કર્મચારીઓની હડતાલને મુખ્યમંત્રી,કે ચંદ્રશેખર રાવએ અક્ષમ્ય ગુનો ગણાવ્યો,અને 48 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા,
કેસીઆર સરકારે હડતાલ કરનારા કર્મચારીઓને કામ પર પરત ફરવા માટે શનિવાર સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો,ત્યાર સુધીમાં આ કર્મચારીઓએ હડતાલ સમાપ્ત ન કરતા સરકારે આ સખ્ત પગલું ભર્યું,
ટીએસઆરટીસી પર 5 હજાર કરોડનું દેવું
મુખ્યમંત્રી કેસીઆરે નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકારનો સમજોતો કરવાનો ઈનકાર કર્યો હતો,તેમણે કહ્યું કે, તહેવારની સિઝનમાં કર્મચારીઓનું હડતાલ પર જવું માફ ન કરવામાં આવતો ગુનો છે,આ તે સમય છે,જ્યારે ટીએસઆરટી, 1200 કરોડનું નુકશાન ભોગવી રહી છે,અને તેનો આકંડો વધીને 5 હજાર કરોડ થઈ ચૂક્યો છે,
ટીએસઆરટીસીના અંદાજે 50 હજાર કર્મચારીઓ 26 માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી આવ્યા હતા,જેમાં આરટીસીના સરકાર સાથે વિલયની માંગણી સૌથી મહત્વની હતી,કર્મચારીઓનું કહેવું છે કે,આ પગલું ભરવાની સાથે તેઓને સરકારી કર્મચારીઓનો દરજ્જો મળશે અને સુવિધઆઓ પણ મળશે,તહેવારની સિઝનમાં હડતાલના કારણે લાખો યાત્રીઓ પર અસર પડી છે,સરકારે 4 હજારથી પણ વધુ બસોને આરટીસી હેઠળ પરમિટ આપી છે અને 2500 બસોને હાયર કરી છે,સરકારનું કહેવું છે કે, 15 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે,એક અનુંમાન પ્રમાણે અંદાજે 1 કરોડ લોકો ટીએસઆરટીસીની 10 હજાર 400 બસોનો ઉપયોગ કરે છે,
કેસીઆરનો નિર્ણય જવાબદારી વગરનો છે-ભાજપ
ભાજપે કહ્યું કે, જે લોકોએ કેસીઆર સાથે મળીને તેલંગણાના ગઠનની લડાઈ લડી.તેમને આ ઈનામ આપવામાં આવી રહ્યું છે,કેસીઆરે તે લોકો સાથે એક મુલાકાત પણ કરી નથી,જેના કહેવા પર આ હડતાલ કરવામાં આવી હતી,વગર મુલાકાતે તેમણે આટલો મોટો નિર્ણય લઈ લીધો,કોઈને પણ સાંભળ્યા વગર જ ગેરજવાબદારીનું પગલું ભર્યું છે.