Site icon hindi.revoi.in

મમતા માટે એક સાંધે ત્યારે તેર તૂટવાનો ઘાટ, પ.બંગાળમાં ડોક્ટરો બાદ હવે સડક પર ઉતર્યા શિક્ષકો, પોલીસ સાથે ઘર્ષણ

Social Share

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં હાલ ડોક્ટરો સાથે હિંસા બાદ હડતાળ યથાવત છે,ત્યારે હવે શિક્ષકો પણ સડક પર ઉતર્યા છે. કોલકત્તાના સોલ્ટ લેક ક્ષેત્રમાં મયૂખભવન દ્વીપ પર શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે.

એસએસકે, એમએસકે અને એએસના શિક્ષક સોમવારે શિક્ષણ પ્રધાનને મળવા બિકાસભવન જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે શિક્ષકોને મયૂખભવન દ્વીપ પર જવાથી રોક્યા હતા. બાદમાં શિક્ષકો અને પોલીસે વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. શિક્ષકોએ બેરિકેડ તોડવાની કોશિશ કરી, તો પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. બાદમાં માહોલ તણાવપૂર્ણ બન્યો છે.

મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો ગત છ દિવસથી હડતાળ પર છે. આ મામલો ત્યારનો છે જ્યારે 10મી જૂને નીલરત્ન સરકાર મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન એક 75 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેના પછી આક્રોશિત પરિવારજનોએ ઘટનાસ્થળે રહેલા તબીબોને ગાળો આપી હતી. તેના સંદર્ભે તબીબોએ પરિવારજનોને માફી માગવાનું જણાવીને ત્યાં સુધી સર્ટિફિકેટ નહીં આપવાની વાત કરી હતી. આ મામલામાં ફરીથી હિંસા ભડકી ઉઠી હતી. કેટલાક સમય બાદ હથિયારો સાથે ભીડે હોસ્ટેલ પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં બે જૂનિયનર તબીબો ગંભીરપણે ઘાયલ થયા હતા. જ્યારે અન્ય કેટલાક તબીબોને ઈજાઓ પહોંચી હતી. આ આખા મામલા પર મમતા બેનર્જીએ હડતાળિયા તબીબોની ટીકા કરતા મામલો વધુ વણસ્યો હતો. સોમવારે બપોરે પશ્ચિમ બંગાળના ડોક્ટરો મમતા બેનર્જી સાથે મુલાકાત કરવાના છે. પરંતુ તેમ છતાં દેશમાં અલગ-અલગ ઠેકાણે તબીબોના વિરોધ પ્રદર્શનો ચાલુ છે.

Exit mobile version