Site icon hindi.revoi.in

શિક્ષક દિવસ નિમિતે ગુગલે બનાવ્યું આ ખાસ ડૂડલ

Social Share

દિલ્લી: વિશ્વના કેટલાક દેશોમાં ગુરુઓને વિશેષ રૂપથી સન્માન આપવા શિક્ષક દિવસનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે અને આ દિવસના સન્માન માટે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ પ્રસંગે ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. ગૂગલ દરેક નાના – મોટા પ્રસંગે ડૂડલ બનાવે છે અને ગૂગલે ટીચર્સ ડે માટે પણ એક સરસ ડૂડલ બનાવ્યો છે. ગૂગલનું ડૂડલ જોઇને ચોક્કસ તમારી શાળાની બધી યાદો તાજી થઈ જશે.

ખરેખર ગૂગલે તેના ડૂડલમાં બલ્બ, સ્કેલ, લેપટોપ, પેંસિલ, કલર, બટરફ્લાય, બુક, સફરજન સહિત ઘણી વસ્તુઓ દેખાડી છે. રાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ, શિક્ષક, વિદ્વાન અને રાજકારણી હતા. તેમને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો. તેઓ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952–1962) અને દેશના બીજા રાષ્ટ્રપતિ (1962–1967) તરીકે સેવા આપી હતી. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને વીસમી સદીની મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંથી એક માનવામાં આવે છે. તે મહાન ફિલોસોફર અને રાજકારણી હતા. તેમણે તેમના વિદ્યાર્થીઓને જન્મદિવસ નિમિતે શિક્ષક દિવસ મનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વિશ્વના 100થી વધુ દેશોમાં જુદી જુદી તારીખો પર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ ઉપરાંત તે ઓક્સફર્ડ (1936–52)માં પ્રોફેસર પણ હતા. ડો.રાધાકૃષ્ણન આંધ્ર યુનિવર્સિટી, બીએચયુ અને દિલ્હી યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ફરજ બજાવી હતી. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન 27 વખત નોબલ પુરસ્કાર માટે નામાંકિત થયા હતા. જેમાં તેઓ 16 વખત સાહિત્ય માટે અને 11 વખત નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત થયા હતા.

Exit mobile version