Site icon hindi.revoi.in

એર ઈન્ડિયાને ટાટા સંસ ખરીદી શકે છે, મહિનાના અંત સુધીમાં બોલી લાગી શકે છે..

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

દેશની સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને ટાટા સંસ ખરીદી શકે છે.. રિપોર્ટ મુજબ, આ મહિનાના અંત સુધીમાં તે પોતાની બોલી લગાવી શકે છે. ટાટા ગ્રુપના પ્રવક્તાએ પહેલી વખત તેની પુષ્ટી કરી છે. અમે પ્રસ્તાવનું આંકલન કરી રહ્યાં છીએ અને સાચા સમય ઉપર બોલી લગાવવા માટે વિચાર કરીશું.

ટાટાના પ્રવક્તાએ કહ્યું કે, ટાટા સંસ આ પ્રસ્તાવનું મુલ્યાંકન કરી રહ્યું છે અને તે બાદ જ તેની સાથે સમય ઉપર બોલી લગાવશે. તેણે તે પણ કહ્યું છે કે, હાલમાં તો કંપનીની એવી કોઈ યોજના નથી કે કોઈ ફાઈનાન્શીયલ પાર્ટનર લાવી શકાય.

રિપોર્ટના જણાવ્યાં મુજબ, ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને પોતાના સ્વામિત્વ ધરાવતી કંપની એર એશીયાને આપસમાં વિલય કરવાનો વિચાર કરી રહ્યું છે. એર એશીયામાં ટાટા ગ્રુપની 51 ટકા ભાગીદારી છે. એરઈન્ડિયાની સ્થાપના ટાટા સંસ લિમિટેડે 1932માં કરી હતી. ત્યારે કંપનીનું નામ ટાટા એરલાઈન્સ રાખવામાં આવ્યું હતું. તે બાદ 1946માં બીજા વિશ્વ યુદ્ધ બાદ ટાટા એરલાઈન્સનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું અને 1962માં એર ઈન્ડિયાનું નામ મળ્યું. હવે ખોટમાં ચાલી રહેલી આ કંપનીને એક વખત ફરીથી પોતાના સંસ્થાપક સમૂહના હાથોમાં જઈ શકે છે.

_Devanshi

Exit mobile version