નવી દિલ્હી: સીબીડીટીના સદસ્ય અખિલેશ રંજનની અધ્યક્ષતામાં રચાયેલી ટાસ્ક ફોર્સે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પોતાનો પ્રત્યક્ષ કર સંબંધિત રિપોર્ટ સોંપ્યો છે. નવો પ્રત્યક્ષ કર કોડ 1961ના પ્રવર્તમાન ઈન્કમટેક્સ અધિનિયમનું સ્થાન લેશે. 21 માસમાં કુલ 89 બેઠકો બાદ ટાસ્ક ફોર્સે આ રિપોર્ટ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને સોંપ્યો છે. માનવામાં આવે છે કે નજીકના ભવિષ્યમાં આ તમામ ટેક્સ પર એક મહત્વનો નિર્ણય સામે આવવાની સંભાવના છે.
ટાસ્ક ફોર્સે આ રિપોર્ટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સને સંપૂર્ણપણે હટાવવાની ભલામણ કરી છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે કંપનીઓ ડિવિડન્ટ આપે છે, તો 15 ટકા ડીડીટી લાગે છે. ડીડીટીની ઉપર 12 ટકા સરચાર્જ અને 3 ટકા એજ્યુકેશન સેસ લાગે છે. આ પ્રકારે કુલ મળીને ડીડીટીનો પ્રભાવી દર 20.35 ટકા થઈ જાય છે.
ટાસ્ક ફોર્સે મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સને પણ પુરી રીતે હટાવવાની ભલામણ કરી છે. અત્યારે કંપનીના બુક પ્રોફિટ પર 18.5 ટકા એમએટી લાગે છે. ઈન્કમટેક્સની સેક્શન- 115જેબી હેઠળ મેટ લાગે છે. ટાસ્ક ફોર્સે તમામ માટે કોર્પોરેટ ટેક્સનો દર 25 ટકા કરવાની ભલામણ કરી છે.
આના સિવાય ટાસ્ક ફોર્સે ઈન્કમટેક્સના દરો અને સ્લેબમાં મોટા પરિવર્તનની પણ ભલામણ કરી છે. તેની સાથે જ ઈન્કમટેક્સ પેયર્સની ફેસલેસ સ્કૂટિનીના ઉપાય પણ સૂચવ્યા છે. તેમણે સિસ્ટમ દ્વારા ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શનના ક્રોસ વેરિફિકેશન કરવાનો ઉપાય સૂચવ્યો છે. ટાસ્ક ફોર્સનો ખાસ ભાર ટેક્સ વિવાદોના ઝડપી નિપાટારા પર છે.