Site icon hindi.revoi.in

‘તારક મહેતા….’ ના પુરા થવા જઈ રહ્યા છે 3000 એપિસોડ, ફેંસએ મેકર્સને કહી આ વાત….

Social Share

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ખુબ જ લોકપ્રિય શો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરે છે. શોના દરેક પાત્રએ દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. દરેક પાત્રની એક અલગ ઓળખ હોય છે. ટૂંક સમયમાં આ શો 3000 એપિસોડ પુરા કરવા જઈ રહ્યો છે. શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. અસિત કુમાર મોદીના ટવિટ બાદ લોકોએ તેમને અભિનંદન પાઠવવાનું શરૂ કર્યું હતું. સાથે શોના ફેંસ દિશા વાકાણી એટલે કે દયાબેનને પરત લાવવાની માંગ કરી રહ્યા છે.

અસિત કુમાર મોદીએ ટ્વિટ કર્યું કે, પ્રિય અને સન્માનીય અમારા બધા દર્શકોના પ્યારા પરિવાર. અમે 24 સપ્ટેમ્બર 2020ના રોજ 3000 એપિસોડ પુરા કરવા જઈ રહ્યા છીએ. અસિત મોદીના આ ટ્વિટ પછી ફેંસએ તેમને અભિનંદન પાઠવવાની અને જૂની યાદોને તાજા કરવાનું શરૂ કર્યું. કેટલાકએ દિશા વાકાણી એટલે કે દયાબેનને પણ શોમાં પરત લાવવાની માંગ કરી. દિશા વાકાણી 2018 પછી શોમાં પરત ફરી નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. શો હંમેશાં ટીઆરપીની લીસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે. આ શોને હાલમાં નેહા મહેતા અને ગુરચરણ સોઢીએ અલવિદા કહી દીધું છે. બંને સેલેબ્સની જગ્યાએ નવા સેલેબ્સ આવી ચુક્યા છે.

_Devanshi

Exit mobile version