- ચીન સાથે આજે વાતાઘાટો
- બન્ને દેશોના વિદેશમંત્રીઓના અધિકારીઓ હાજર થશે
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ અંગે તણાવ હાલ પણ ચાલી રહ્યો છે, બંને દેશોના સૈનિકો આજે પણ સરહદ પર તૈનાત છે અને એકબીજાની સામ સામે જોવા મળી રહ્યા છે, ત્યાર બાદ લાંબા સમય પછી, બંને દેશોના સૈન્ય અધિકારીઓની આજે વાતાઘાટો ચાલશે, 12 ઓક્ટોબરે ભારત અને ચીન વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત શરૂ થનાર છે, જેમાં સૈનિકને પાછા ખસેડવા બાબતે વાતચીત થઈ શકે છે.
ભારત અને ચીન વચ્ચેની આજે થનારી વાતાચીત એટલા માટે ખાસ માનવામાં આવે છે કે,ભારત તરફથી વાત કરનારા લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહની આગેવાની હેઠળ આ છેલ્લી વાર્તા હશે. વિદેશ મંત્રલાયના જોઈન્ટ સેક્રટરિ નવીન શ્રીવાસ્તવ પણ હાજરી આપશે,આ સાથે જ સંયુક્ત સચિવ વિદેશ મંત્રાલય પણ આ બેઠકમાં ભાગ લેશે. વળી, ચીનના સૈન્ય અધિકારીઓ ઉપરાંત વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ તેમાં સામેલ થઈ શકે છે.
ત્યાર બાદ આ જવાબદારી લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનનનાં હાથમાં સોંપવામાં આવશે. અત્યાર સુધીની જે વાતાઘાટો હતી તે લેફ્ટનન્ટ જનરલ હરિન્દરસિંહે કરી હતી.
આ વાતચીતમાં ભારત તરફથી આ મુદ્દો રાખવામાં આવ્યો છે કે પૂર્વી લદ્દાખના સમગ્ર વિસ્તાર વિશે વાત થવી જોઈએ. જ્યાં ચીની સૈન્યના જવાનો તૈનાત તેઓને દૂર કરવા જોઈએ. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન ફક્ત પેંગોંગ લેક વિશે જ વાત કરી રહ્યું છે.
આ બેઠકમાં ભારત તરફથી સખ્ત રીતે પોતાની વાતો રજું કરવામાં આવશે અને પહેલા જેવી સામાન્ય સ્થિતિ પરત લાવવા માટેની વાતો કરવામાં આવી છે
સાહીન-