હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે બીમાર થવાની શક્યતા વધુ રહે છે. નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ બીમાર પડે છે. શરદી, ખાંસી અને ફ્લૂ જેવા સંક્રમણ ફેલાય તે સામાન્ય બાબત છે, પણ આ સમસ્યા ઠીક થતાં ઘણી વાર લાગતી હોય છે. ઘણી વાર તો આપણે કરેલા તમામ પ્રયાસો પણ નિષ્ફળ જતાં હોય છે પરંતુ જો તમે ખાણીપીણી પર ધ્યાન આપશો, તો તેને સરળતાથી રોકી શકાય છે. શરદી, ખાંસી અને ફ્લૂના સંક્રમણને રોકવા માટે શું કરવુ જોઈએ, કઈ બાબતોનું રાખવુ જોઈએ ધ્યાન…
- ઉકાળેલું પાણી પીવુ જોઈએ
- ઓછામાં ઓછા 7થી 8 ગ્લાસ લિક્વીડ ડાયટ જરૂરથી લેવું
લસણ અને મરચાને ભોજનમાં સામેલ કરો. લસણ ગરમ હોવાના કારણે સાથે જ એંટીબૈક્ટીરિયલ હોય છે અને મરચામાં કેપ્સૈસિન નામનું ત્તત્વ હોય છે. જે નેઝલ અને સાઈનસ કંજેક્શન ઠીક કરવામાં મદદ કરે છે.
વિટામીન સીવાળા ફળ અને શાકભાજીનો ઉપયોગ વધુ માત્રામાં કરો. મશરૂમ, લિંબૂ અને મધને ડાયટમાં જરૂરથી લેવું.
_Devanshi