- કર્લી હેરની ઘરે જ રાખો કાળજી
- તમારા હેરને ઘોતા પહેલા ઓઈલ કરવાનું ચૂકશો નહી
મહિલાઓ સુંદર દેખાડવા માટે પોતાની ખૂબ કાળજી લેતી હોય છે, ખાસ કરીને મહિલાઓની સુંદરતા તેમના વાળ સાથે જોડાયેલી છે, જો મહિલાઓ પોતાના વાળને સારી રીતે સજાવે છે તો તેમનો લૂક ખૂબ આકર્ષક લાગે છે, આજકાલ હેર સ્ટેટની ફેશન ખૂબ ચાલી રહી છે, ત્યારે લગ્ન પ્રસંગ હોય કે પાર્ટી હોય ત્યારે હેર કર્લ કરવાનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આજે આપણે વાત કરીશું તમારા કર્લી હેરને ઘરે રહીને કાળજી રાખો.
જો તમારા વાળ કર્લી છે તો તેને વોશ કર્યા પછી તરત જ વાળની ઘુંચ કાઢવાની રાખો, નહી તો વાળ કોરો થયા બાદ ઘૂંચ કાઢવી મુશ્કેલ બને છે
જ્યારે પણ તમારા વાળ ધોવાઈ જાય ત્યાર બાદ વાળમાંથી પાણી બરાબર નીચોળીને કાઢી લો ,ત્યાર બાદ ટૂવાલ વડે બરાબર વાળ કોરા કરો.
જ્યારે પણ તમારે વાળ ધોવાના હોય તેના 2 કલાક પહેલા વાળમાં હેર ઓઈલ કરીલો, હેર ઓઈલ કરવાથી કર્લી વાળ તમારા સ્મૂથ રહે છે.અને ઘૂંચ કાઢવામાં સરળતા રહે છે.
વાળમાં જ્યારે પણ શેમ્પૂ કરો ત્યાર બાદ કન્ડીશનર વાપરવાનું રાખો, જેથી વાળ સંવાળા તો બનશે સાથે સાથે વાળની અનેક સમસ્યાઓ દૂર થશે,કન્ડિશનર અવશ્ય કરવાનું રાખો.
એક કપ ગરમ પાણી લેવું પછી તેમાં 1 ચમચી વિનેગર મિક્સ કરીને આ મિશ્રણને વાળમાં લગાવવું.આ મિશ્રણને શેમ્પૂ કર્યા બાદ વાળમાં અપ્લાય કરવું,
જેના વાળ કર્લી હોય તેણે હેર ડ્રાયરનો ઉપયોગ કરવો નહી. કારણ કે હિટના કારણે વાળ વધુ ખરાબ થાય છે
જેના વાળ કર્લી હોય તેણે નિયમિત રીતે વાળ ટ્રીમ કરાવતા રહેવું. જો આવું નહીં કરો તો વાળ આગળથી શુષ્ક થઇને તૂટવાની સમસ્યા રહે છે.
તમારા કર્લી હેરની આ રીતે ઘરે જ રાખો કાળજી. નહી તો વાળ થઈ શકે છે ખરાબ