
તાઈવાને ભગવાન શ્રી રામને ડ્રેગન મારતા બતાવ્યા, ચીન માટે ચીંતાનો વિષય
અમદાવાદ: ભારત અને ચીનના સૈન્ય વચ્ચે LAC પર અથડામણ થયા બાદ વિશ્વના દેશોમાં ચીંતા વધી છે ત્યારે તાઈવાન દ્વારા ચીન વિરોધી એટલે કે ભારતના સમર્થનમાં કાર્ટૂન બનાવવામાં આવ્યું. આ કાર્ટૂનમાં ભગવાન શ્રી રામ ચીનના તીર ધનુષથી ડ્રેગનને મારતા બતાવવામાં આવ્યા છે.
તાઈવાનમાં બનાવવામાં આવેલા આ ચિત્ર બાદ એવુ લાગે છે કે તાઈવાનને પણ ભારતની તાકાત અને ભારત પર વિશ્વાસ છે. તાઈવાનનું આ પ્રકારનું પગલું બતાવે છે કે તાઈવાનનું ભારત તરફ વલણ સ્પષ્ટ છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતને અનેક મુદ્દે સમર્થન કરી શકે છે.
ચીનનો ભારત સાથે તો સીમા વિવાદ તો છે જ પરંતુ અન્ય પાડોશી દેશો સાથે પણ ચીનના અનેક વિવાદ ચાલી રહ્યા છે અને ચીન પોતાની તાકાતથી અવારનવાર પાડોશી દેશોને પરેશાન કરતું રહે છે.
印度朋友連中印大戰精美poster都整好了https://t.co/pdU9nS6Zra
— HoSaiLei🃏 (@hkbhkese) June 16, 2020
– 分享自 LIHKG 討論區 pic.twitter.com/ttl7XLPsmi
તાઈવાન દ્વારા આ ફોટાનો ફોટો ઓફ ધ ડે પણ જાહેર કરવામાં આવ્યો છે અને ટુંક સમયમાં જ હજારો લોકોએ આ ફોટાને લાઈક પણ કર્યો છે.
મહત્વનું છે કે ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થતા ભારતના 20 જવાન શહીદ થયા હતા તો ચીનના 43 જેટલા સૈનિકોને ભારતીય જવાનોએ ખાત્મો બોલાયો હતો. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણની સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે અને વડાપ્રધાન મોદી દ્વારા જવાનોના બલીદાનનો બદલો લેવાની પણ વાત કરવામાં આવી.
(VINAYAK)