Site icon Revoi.in

તારક મેહતા… માં નવી અંજલિ ભાભી તરીકે આ એક્ટ્રેસની પસંદગી !

Social Share

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનો ખુબ જ લોકપ્રિય શો છે. પરંતુ ઘણા કલાકારોએ આ શોને અલવિદા કહી દીધું છે. ફેંસ પણ હવે પહેલા જેટલા ખુશ નથી. એમાં હવે સમાચાર મળી રહ્યા છે કે નેહા મેહતા એટલે કે અંજલિ ભાભીએ આ શો માંથી વિદાય લઇ લીધી છે. છેલ્લા ઘણાં સમયથી તે શોમાં નજર આવી નથી. તો બીજી તરફ મેકર્સે નવી અંજલિ શોધી કાઢી છે. આ એક્ટ્રેસને તમે ઘણી સિરિયલ્સમાં જોઇ ચુક્યા છો.

અહેવાલ મુજબ, ટીવી એક્ટ્રેસ સુનૈના ફોજદાર હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ ભાભીને રિપ્લેસ કરવાની છે…. ખબર તો એવી પણ આવી રહી હતી કે, તેણે રવિવારથી જ શોનું શૂટિંગ શરૂ કરી દીધુ છે. 12 વર્ષથી અંજલિનાં રૂપમાં દર્શકોનાં દિલમાં નેહા સમાઇ ગઇ છે. હવે અચાનક શો છોડતા તેનાં ફેન્સ નારાજ છે. મેકર્સ દ્વારા પણ નેહાએ શો કેમ છોડ્યો તે અંગે કોઇ જ નિવેદન આપવામાં આવ્યું નથી.

જો કે, નવી અંજલિ ભાભી તરીકે સુનૈનાની જાણકારી કોઈ ઓફિશિયલ શો મેકર્સ તરફથી હજુ સુધી આવી નથી. સુનૈના આ પહેલાં લેફ્ટ રાઇટ લેફ્ટ અને બેલન વાલી બહૂ જેવાં ટીવી શોમાં કામ કરી ચૂકી છે. હવે જોવાનું એ રહ્યું કે સુનૈના અંજલિના રોલમાં કેટલી ફિટ બેસે છે અને દર્શકો શોને કેટલો રિસપોન્સ આપે છે.

_Devanshi