Site icon hindi.revoi.in

દિલ્હી: સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર આજથી ખુલ્યું, આ નિયમો-સાવચેતી સાથે મળશે પ્રવેશ

Social Share

અમદાવાદ: કોરોના વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરના દરવાજા આજે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. હવે કોરોનાના વધતા જતા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે દેશભરમાં વ્યવસ્થિત રીતે શરૂ થઈ રહી છે. દિલ્હીના અક્ષરધામ મંદિરના 6 મહિનાથી બંધ રહેલા દરવાજા આજથી ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને 24 માર્ચે દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં તમામ જાહેર સ્થળો બંધ કરાયા હતા. જેમાં અક્ષરધામ મંદિર પણ બંધ કરાયું હતું. પરંતુ હવે લગભગ સાડા છ મહિનાના લાંબા ગાળા પછી તેના દરવાજા ભક્તો માટે આજથી ખોલવામાં આવ્યા છે. જો કે, લોકોએ મંદિર પરિસરમાં પ્રવેશવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

મંદિરમાં પ્રવેશ માટે કરવું પડશે નિયમોનું પાલન

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવશે. ભક્તોએ મંદિરમાં પ્રવેશ માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. મંદિરમાં ફક્ત એ લોકો જ પ્રવેશી શકે છે જેમને માસ્ક પહેરી રાખ્યું હોય અને જેનું થર્મલ સ્ક્રિનિંગમાં તાપમાન સામાન્ય હશે. આ સાથે ભક્તોએ તેમની સાથે સેનિટાઇઝર રાખવું જરૂરી બનશે. કોરોના સંક્રમણને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ કડક પાલન કરવું પડશે.

અક્ષરધામ મંદિરમાં પ્રવેશવાનો સમય પણ બદલાયો છે. મળતી માહિતી મુજબ ભક્તો સાંજના 5:00 થી 6:30 વાગ્યાની વચ્ચે જ મંદિરમાં પ્રવેશ કરી શકશે. સાડા છ વાગ્યા પછી મંદિર પરિસરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત રાત્રે 8: 15 વાગ્યા સુધીમાં મંદિર બંધ થઈ જશે, એટલે કે નિર્ધારિત સમયમાં દર્શન કરીને ભક્તોને બહાર આવવું પડશે.

_Devanshi

Exit mobile version