જમ્મું કાશ્મીરના પુલવામા અવારનવાર આંતકિઓ ઘુસણખોરી કરતા હોય છે ,આંતકીઓને લઈને પુલવામા હમેંશા ચર્ચામાં રહેતું હોય છે ત્યારે આજેફરિ પુલવામા આંતકિયો સંતાયા હોવાની ખબર મળતાની સાથે જ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ, સર્ચ ઓપરેશનમાં આર્મીની સાથે સાથે જમ્મું કાશ્મીરની પોલીસ અને સીઆરપીએફના જવાનો પમ સામેલ હતા. સુરક્ષા દળોને પુલવામાના દારદપોરા વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની સુચના મળી હતી ત્યાર બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓફરેશન શરુ કર્યું હતું.