Site icon hindi.revoi.in

સુશાંત સિંહ રાજપૂત કેસ: લંડન બાદ હવે અન્ય દેશોમાં પણ ઉઠી ન્યાયની માગ

Social Share

અમદાવાદ: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ સતત તપાસ કરી રહી છે. તો તેમના ફેંસ સોશિયલ મીડિયા દ્વારા સતત સુશાંત સિંહ રાજપૂતના ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે સુશાંત માટે ન્યાયનો અવાજ આ દેશમાં જ નહીં, પણ વિદેશમાં પણ ઉઠાવવામાં આવી રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂતના ગયા પછી પણ દુનિયાભરમાં તેની ફેન ફોલોઇંગની કોઈ કમી રહી નથી. લંડન બાદ હવે અમેરિકાના શિકાગો શહેરમાં સુશાંતસિંહ રાજપૂતને ન્યાય મળે તે માટે લોકો આ અભિયાનમાં સામેલ થયા છે.

સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેના ટ્વિટર પર બે ફોટા શેર કર્યા છે. ફોટામાં સુશાંત સિંહ રાજપૂતના નામના બેનરો અમેરિકાના શિકાગો શહેરના રસ્તા પર જોવા મળી રહ્યા છે. આ બેનરો પર જસ્ટિક ફોર સુશાંત સિંહ રાજપૂત લખાયેલું જોવા મળે છે. ફોટા શેર કરતા શ્વેતાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘થેંક્યુ શિકાગો,

#JusticForSushantSinghRajput#GlobalPrayerForSSR.

એકટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઇમાં તેમના ઘરે ગળેફાંસો ખાઇ આપધાત કર્યો હતો. એક્ટરના નિધન પછી સમગ્ર દેશ સદમામાં હતો. એક્ટરના નિધનને લઈને ઘણા સવાલો ઉભા થયા હતા, આ કિસ્સામાં રોજ નવી નવી બાબતો સામે આવી રહી છે.

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં અનેક પ્રકારના કારણો બહાર આવી રહ્યા છે પણ સત્ય શું છે તે બહાર આવ્યું નથી. સુશાંતસિંહ રાજપૂતને ન્યાય મળે તે માંગ દિવસે અને દિવસે વધતી જાય છે પરંતુ સત્ય બહાર ન આવતા સુશાંત સિંહ રાજપૂતના ચાહકોમાં પણ હતાશા જોવા મળી રહી છે.

હાલ તમામ લોકો આશા રાખી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતના કેસની સચ્ચાઈ જલ્દીથી સામે આવે અને કોઈ આરોપી હોય તો તેને કડકમાં કડક સજા ફટકારવામાં આવે.

_Devanshi

Exit mobile version