
- આજે સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર થશે રિલીઝ
- સોશીયલ મીડિયા પર જોવા મળી લોકોની આતુરતા
- ટ્વિટર પર લોકો #DilBecharaTrailer દ્વારા પોતાની આતુરતા અને સપોર્ટ કરી રહ્યા છે વ્યક્ત
- સુશાંતની ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ઓનલાઇન સ્ટ્રીમ થશે
- આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે રિલીઝ
એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી જાય છે, ત્યારે તેની પાછળ ઘણી યાદો છોડીને જાય છે. જ્યારે આ વાત ફિલ્મ સ્ટાર્સની આવે છે, ત્યારે તેમની ફિલ્મો તેમને હમેશા માટે અમર બનાવીને જાય છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત પણ પોતાની પાછળ કેટલીક યાદોની સાથે સાથે એક ખાસ ફિલ્મ છોડી ગયા છે. સુશાંતની આ ખાસ ફિલ્મ ‘દિલ બેચારા’ છે. આ તેની છેલ્લી ફિલ્મ પણ છે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે, તો બીજી તરફ સુશાંતના લાખો કરોડો ફેંસ તેની આ ફિલ્મની ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોની રાહ સ્પષ્ટ દેખાય છે. લોકો ‘દિલ બેચારા’ ને લઇ અનેક પ્રકારની પોસ્ટ શેર કરતા જોવા મળે છે.
ખરેખર, પાછલા દિવસોમાં ‘દિલ બેચારા’ ના મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર 6 જુલાઈ એટલે કે આજે રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. તો આજ સવારથી જ લોકો સુશાંતની આ છેલ્લી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંધી સ્ટારર આ ફિલ્મનું નામ હૅશટૅગ જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે.
ટ્વિટર પર લોકો #DilBecharaTrailer દ્વારા પોતાની આતુરતા અને સપોર્ટ વ્યક્ત કરી રહ્યા છે. ખુબ જ ઓછા લોકો જ જોવા મળે છે કે ફિલ્મની રિલીઝ પહેલા લોકોમાં આ ફિલ્મને લઇ જબરદસ્ત ક્રેઝ છે. લોકો પહેલાથી જ ‘દિલ બેચારા’નું ટ્રેલર 100 મિલિયન સુધી પહોંચાડવાની વાત કરી રહ્યા છે.
એક મહિના પહેલા સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યુટ તરીકે મેકર્સે આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ઘણા લોકો તેને થિયેટરમાં રિલીઝ ના કરવા પર પણ નારાજ થયા હતા. જો કે, હવે એવું લાગે છે કે દરેકએ સુશાંત માટે તેની ઓટીટી રિલીઝ પણ સ્વીકારી છે.
સુશાંતની ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ઓનલાઇન સ્ટ્રીમ થશે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ કર્યું છે.
(Devanshi)