Site icon hindi.revoi.in

સુશાંતસિંહ રાજપૂત કેસ: સુરેશ રૈનાએ પણ કરી ન્યાયની માગ અને ઈમોશનલ વીડિયો કર્યો શેર

Social Share

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત 14જૂનના રોજ મુંબઈ તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતનો પરિવાર, ફેંસ અને મિત્રો ન્યાયની માગ કરી રહ્યા છે. હવે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે ત્યારે ક્રિકેટર સુરેશ રૈનાએ પણ સુશાંત સિંહ રાજપૂત માટે ઈમોશનલ વીડિયો શેર કરી ન્યાયની મળે તે માટે માગ કરી છે.

સુરેશ રૈનાએ વીડિયો શેર કરતી વખતે લખ્યું કે, ભાઈ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારા ફેંસ તમને ખૂબ જ યાદ કરી રહ્યા છે. મને સરકાર અને તેમના નેતાઓ પર પૂરો વિશ્વાસ છે કે તેઓ તમને ન્યાય અપાવવામાં કોઈ કસર છોડશે નહીં, તમે સાચી પ્રેરણા છો.

વીડિયોમાં સુશાંતનો ફોટો આઈપેડ પર નજરે પડે છે અને બેકગ્રાઉન્ડમાં ફિલ્મ કેદારનાથનું ગીત જાન નિસાર વાગી રહ્યું છે. વીડિયોમાં તે હેશટેગ સાથે લખ્યું છે કે, આપણે બધા એકસાથે છીએ, એસએસઆર અને પરિવારને ન્યાય જરૂરથી મળશે.

સુશાંતના પિતા કે.કે.સિંહે પટણામાં રિયા ચક્રવર્તી સહિત 6 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. હવે સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂતના કેસને લઈને હાલ સીબીઆઈ કડક ધોરણે તપાસ કરી રહી છે અને સચ્ચાઈ જલ્દીથી સામે આવશે તેવી તમામ લોકો આશા રાખી રહ્યા છે.

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં કોણ ગુનેગાર છે તેના વિશે અત્યાર સુધી જાણ થઈ નથી પણ આગામી સમયમાં મોટા ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે. સુશાંતસિંહ રાજપૂતની હત્યા છે કે આત્મહત્યા તે પણ હજુ સુધી બહાર આવ્યું નથી.

સુશાંતસિંહ રાજપૂતના ચાહકો, પરિવાર અને સીબીઆઈ ત્યાં સુધી શાંત બેસવાન મૂડમાં નથી જ્યાં સુધી સુશાંતસિહ રાજપૂતને ન્યાય ન મળે અને આરોપી કોણ છે તેના વિશે ખબર ન પડે. હાલ સમગ્ર દેશ અને સુશાંતસિંહ રાજપૂતના ચાહકો સીબીઆઈ પાસેથી આશા બાંધી બેઠા અને કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે સુશાંતસિંહ રાજપૂતને ન્યાય ક્યારે મળે.

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ધીમી તપાસ પણ અનેક પ્રકારના સવાલ ઉભા કરી શકે છે અને સુશાંતસિંહના કેસમાં ન્યાન ન મળે તો અનેક લોકોનો વિશ્વાસ પણ તુટી શકે છે.

_Devanshi

 

Exit mobile version