Site icon Revoi.in

કોઈ દિવસ બસ એમબ્યુલન્સ વિશે સાંભળ્યું છે? સુરતમાં થયો આ પ્રયોગ..

Social Share

 અમદાવાદ– સુરત માં કોરોના વાયરસ ના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજીતરફ તંત્ર પાસે હાલ 10 થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત છે. દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે સુરત મહાનગર પાલિકાએ 10 સીટી બસોને એમ્બ્યુલન્સમાં રૂપાંતરિત કરી છે. ઈમર્જનસી કેસમાં આ બસ એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે.

સુરતમાં આ 10 બસ એમ્બ્યુલન્સને શહેરના ફાયર સ્ટેશનો પર મુકવામાં આવશે. મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડે સીટી બસોને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરવા માટેનો આઈડિયા આપ્યો હતો. જેથી 10 સિટી બસોને એમ્બ્યુલન્સ બનાવી આ બસ એમ્બ્યુલન્સમાં વોશ બેસીન બનાવવામાં આવ્યું છે. પાણીનું 20 લીટરનું કન્ટેનર રાખવામાં આવ્યું છે. બસ એમ્બ્યુલન્સમાં સાયરન પણ છે. આ બસ એમ્બ્યુલન્સને ફાયર સ્ટેશનો પર રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત માં છેલ્લા કેટલાક દિવસો થી કોરોના વાયરસ ના કેસ વધી રહ્યાં છે. તંત્ર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા ઝુંબેશ શરૂ કરવા માં આવી છે.