Site icon hindi.revoi.in

100થી વધુ પેન્ડિંગ કેસ ધરાવતા દરેક જિલ્લામાં વિશેષ પોક્સો કોર્ટ બનાવો : સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દેશના દરેક જિલ્લામાં વિશેષ પોક્સો કોર્ટ બનાવશે કે જ્યાં 100થી વધુ પોક્સો મામલા પેન્ડિંગ છે. આ અદાલતો માટે ફંડ કેન્દ્ર સરકાર બનાવશે. કેન્દ્ર સરકાર 60 દિવસોમાં આ કોર્ટ બનાવશે. દેશભરમાં બાળકો સાથે બળાત્કાર પર જાહેરહિતની અરજી છે. કોર્ટ મિત્રે કહ્યુ છે કે માત્ર દિલ્હીમાં જ વિશેષ પોક્સો અદાલત બનાવવામાં આવી છે. દિલ્હીની સાકેત કોર્ટમાં બાળકો સાથે સંબંધિત યૌન ઉત્પીડનને લઈને બે કોર્ટોની રચના થઈ શકે છે. બાળકો માટે મિત્રતાપૂર્ણ માહોલ બનાવી શકાય છે.

આર્કિટેક્ચરમાં પણ બાળકોના હિસાબથી પરિવર્તન કરી શકાય છે, જેજે એક્ટ અને પોક્સો એક્ટમાં આની જોગવાઈ છે. દિલ્હીમાં એક વિશેષ ન્યાયાધીશ પાસે એક વર્ષમાં લગભગ 400 કેસ સુનાવણી માટે આવે છે, માટે તેમના પર કેસોનો બોજો રહે છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કોર્ટ મિત્રને પુછયું કે આખા દેશમાં જિલ્લાના હિસાબથી પોક્સો હેઠળ કેટલા મામલા નોંધાયેલા છે. તેની જાણકારી છે?તેના જવાબમાં કોર્ટ મિત્રે કહ્યુ હતુ કે દરેક જિલ્લામાં સંખ્યા અલગ-અલગ છે. પરંતુ દરેક જિલ્લામાં સરેરાશ 250 કેસ છે.

એટલે કે દેશભરના દરેક જિલ્લામાં એક વર્ષમાં અઢીસો મામલા બાળકો સાથેના યૌન ઉત્પીડનના નોંધાય છે. જિલ્લામાં સ્પેશયલ જજ નથી, તો ટ્રાયલ કોર્ટને આ મામલા આપવામાં આવે છે. ફોરેન્સિક રિપોર્ટના અભાવમાં જ કેસ છથી નવ માસ વિલંબિત થઈ જાય છે. કોર્ટ મિત્રે કહ્યુ છે કે ડીએનએ ટેસ્ટ લેબ મોટાભાગે જિલ્લામાં નથી. ઘણાં મામલામાં તો એવું થાય છે કે એફએસએલ એ કહે છે કે સેમ્પલ ડેમેજ થઈ ચુક્યા છે. માટે તેની તપાસ થઈ શકે નહીં.

કોર્ટ મિત્ર વી. ગિરીએ અદાલતને જણાવ્યુ છે કે મોટાભાગના રાજ્યમાં પોક્સોની જોગવાઈ હેઠળ ગુનાની ઓળખ અને ઝડપી તપાસની વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્કૂલોમાં કાઉન્સિલરની નિયુક્તિ થઈ શકે છે. જે બાળકો, તેમના વાલીઓની સાથે સતત વાત કરીને શિક્ષિત કરી શકે છે. રાજ્યોમાં ફોરેન્સિક લેબની અછત છે. મોટાભાગના કેસોમાં ટ્રાયલમાં વિલંબ થવાનું મુખ્ય કારણ ફોરેન્સિક લેબની અછત છે.

સુપ્રીમ કોર્ટે સગીરોના યૌન ઉત્પીડન મામલે ચિંતા વ્યક્ત કરીછે. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યુ છે કે બાળકો સાથે યૌન ઉત્પીડનના મામલામાં તપાસ, મામલાની સુનાવણી અને કેસના ઝડપથી નિપટારાના મામલે તેઓ ચિંતિત છે. સુપ્રીમ કોર્ટે કોર્ટ મિત્રને પુછયું કે આખરે બાળકો સાથે યૌન ઉત્પીડનના મામલામાં તપાસઅ ને કેસની ટ્રાયલની પાછળ શું ડ્રો બેક છે॥ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સવાલ કર્યો કે સોલિસિટર જનરલ ક્યા છે?

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે વિશેષ અદાલતોની રચના નહીં થવા મામલે સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે કે વિશેષ અદાલતો બનાવવામાં આવી નથી. શું થઈ રહ્યું છે, તમારી પાસે એક જજ છે અને જ્યારે એક વિશેષ કામ હોય છે અને તમે તેને તે કામ પણ આપી દો છો અને તમે તેને કામના બોજા નીચે દબાવી દો છો. પછી તમે કહો છો કે કેસમાં વિલંબ કેમ થઈ રહ્યો છે. સંસદમાં કાયદામાં સંશોધન પારીત થવા પર મીડિયામાં મોટા નિવેદન આપવામાં આવે છે. પરંતુ જ્યારે વાસ્તવિક કામની વાત આવે છે, તો કંઈપણ થઈ રહ્યું નથી. આપણને દરેક જિલ્લામાં વિશેષ પોક્સો અદાલતની જરૂરત છે.

Exit mobile version