Site icon Revoi.in

મૃત્યુ પૂર્વેના વિરોધાભાસી નિવેદનોની સત્યતા સાવધાનીથી તપાસો : સુપ્રીમ કોર્ટ

Social Share

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ મૃત્યુ પહેલા વિરોધાભાસી નિવેદન નોંધાવે છે, તો અદાલતોએ સાવધાનીથી તેમની સત્યતાની તપાસ કરવી જરૂરી હોય છે. સુપ્રીમ કોર્ટ સીઆરપીએફના એક જવાનની અપીલ પર સુનાવણી કરી રહી હતી, કે જેને તેની પત્નીની હત્યાના મામલામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહિલાના મૃત્યુ પહેલા તેના ત્રણ નિવેદન નોંધવામાં આવ્યા હતા.

સીઆરપીએફ જવાનને 24 જાન્યુઆરી, 2008ના રોજ તેની પત્નીને બાળીને મારી નાખવાના મામલામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ગોષિતના તેની ભાઈની પત્ની સાથે કથિતપણે આડા સંબંધો હતા. દુર્ઘટનામાં ગંભીરપણે બળી ગયેલી મહિલાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ નિવેદન નોંધાવ્યા હતા. તેના પછી તેનું મૃત્યું થઈ ગયું હતું.

મહિલાએ પોતાના પતિની ગેરહાજરીમાં નોંધવામાં આવેલા બે નિવેદનમાં તેનું નામ લીધું નથી. પરંતુ આખરી મૃત્યુ પૂર્વેના નિવેદનમાં તેણે પતિનું નામ અપરાધી તરીકે લીધું અને ઘટનાનું આખું વિવરણ આપ્યું છે.