Site icon hindi.revoi.in

સામાન્ય વર્ગને 10% અનામતનો મામલો: સુપ્રીમ કોર્ટે લગાવી નહીં રોક, સુનાવણી ચાલુ રહેશે

Social Share

સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવાના મામલામાં હાલ સુપ્રીમ કોર્ટે રોક લગાવી નથી. સુપ્રીમ કોર્ટ તેના સંદર્ભે બુધવારે પણ સુનાવણી ચાલુ રાખશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સૌથી પહેલા અમે એ નક્કી કરીશું કે આ મામલાને બંધારણીય ખંડપીઠને મોકલવો કે નહીં ? જે દિવસે કોર્ટ આના સંદર્ભે પોતાનો ચુકાદો આપશે, તે દિવસે કોર્ટ એ નક્કી કરશે કે વચગાળાના આદેશને લઈને સુનાવણી ક્યારે શરૂ કરવામાં આવે.

આ પહેલા મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આગામી સુનાવણીમાં આ વાત પર વિચારણા કરવામાં આવશે કે 124મા બંધારણીય સંશોદન પર રોક લગાવવામાં આવે કે નહીં. સુપ્રીમ કોર્ટે કાયદા પરરોક લગાવવા અથવા મામલો મોટી ખંડપીઠને મોકલવાનો આદેશ આપવાથી ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો હતો. અરજીમાં સુપ્રીમ કોર્ટમાં 124મા બંધારણીય સંસોધનને પડકારવામાં આવ્યું છે.

અરજદારોએ મામલાને બંધારણીય ખંડપીઠને મોકલવાની માગણી કરી છે. કેન્દ્ર સરકારે આનો વિરોધ કર્યો છે અને કહ્યુ છે કે મોટાભાગના બિંદુ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કવર થઈ ચુક્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અનામત આદર્શપણે અવસરની સમાનતા માટે છે.

આ અરજી યૂથ ફોર ઈક્વાલિટી અને વકીલ કૌશલકાંત મિશ્રા તથા અન્ય તરફથી દાખલ કરવામાં આવી હતી. તેના પ્રમાણે, અનામતનો આધાર આર્થિક હોઈ શકે નહીં. અરજી પ્રમાણે, બિલ બંધારણના અનામત આપવાના મૂળ સિદ્ધાંત વિરુદ્ધ છે, આ સામાન્ય વર્ગના 10 ટકા અનામત આપવાની સાથે 50 ટકાની મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે. મહત્વપૂર્ણ છે કે આ બિલ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપે છે.

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણી પહેલા એસસી-એસટી સંશોધન બિલ પર બેકફૂટ પર આવેલી મોદી સરકારે આર્થિક આધાર પર અનામતનો દાંવ ખેલીને નારાજ સામાન્ય વર્ગના લોકોને મનાવવાની કોશિશ કરી હતી. તેને મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવ્યો હતો,  કારણ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આવેલા આ બિલ વિરુદ્ધ દેશના ઘણાં હિસ્સાઓમાં મોદી સરકાર વિરુદ્ધ દેખાવો પણ થયા હતા.

Exit mobile version