Site icon hindi.revoi.in

કોવિડ હોસ્પિટલોને ફાયર એનઓસી મેળવી લેવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

દિલ્હીઃ કોરોના હોસ્પિટલોમાં લાગેલી આગના બનાવો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આગામી ચાર સપ્તાહમાં તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા ફરજ પાડીને એનઓસી ઇસ્યુ કરવા નિર્દેશ કર્યો છે. જો તેમ નહીં થાય તો આકરા અને શિક્ષાત્મક પગલા લેવાની ફરજ પડશે. તેમ પણ સુપ્રીમ કોર્ટે નોંધાયું હતું.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, તમામ કોવિડ હોસ્પિટલે સતાવાળાનો સંપર્ક સાધીને તેમની હોસ્પિટલોમાં ફાયર સેફટીની પૂરી સુવિધા છે તે નિશ્ર્ચિત કરાવવાનું રહેશે નહીંતર હોસ્પિટલ સતાવાળાઓ પણ દંડ તથા શિક્ષાને પાત્ર થશે. કોર્ટે કહ્યું છે કે જે હૉસ્પિટલોએ ફાયર એનઓસી નથી લીધો તો તાત્કાલિક ચાર સપ્તાહની અંદર એનઓસી લઈ લે. જો ચાર સપ્તાહમાં હૉસ્પિટલ ફાયર એનઓસી ન લે તો તેની સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરે. દરેક રાજ્યને એક નોડલ અધિકારી નિયુક્ત કરવાનો રહેશે જે રિપોર્ટ રાજ્યને સોંપશે. કોર્ટે તમામ રાજ્યોને કોવિડ-19 સમર્પિત હૉસ્પિટલોમાં આગ સંબંધી સુરક્ષા તપાસ (ફાયર સેફ્ટી ઓડિટ) કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યોને તમામ એસઓપી અને ગાઇડલાઇન પાલ કરવું પડશે.

ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા જે રીતે કોરોના ગાઇડલાઈનનો ભંગ થઇ રહ્યો છે તે જોતા સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી રીટમાં સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને ગાઈડલાઈનનું પાલન થાય તે જોવા માટે જણાવ્યું છે.

Exit mobile version