Site icon Revoi.in

ગેરકાયદેસર રેત ખનન પર સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને પાંચ રાજ્યોને નોટિસ

Social Share

નવી દિલ્હી: ગેરકાયદેસર રેત ખનનના મામલાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને પાંચ રાજ્યોની સરકારોને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર સાથે પર્યાવરણ મંત્રાલય અને સીબીઆઈને નોટિસ જાહેર કરી છે.

એમ. અલગરસ્વામી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રાજ્યોમાં પર્યાવરણ મંત્રાલયની મંજૂરી વગર રેત ખનન થઈ રહ્યું છે. અરજીમાં માગણી કરવામાં આવી છે કે આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે અને દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

દેશમાં ગેરકાયદેસર રેત ખનનથી નદીઓના અસ્તિત્વ પર ઝળુંબી રહેલા સંકટ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કર છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, સીબીઆઈ અને પાંચ રાજ્યોને નોટિસ જાહેર કરીને તેમનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં બુધવારે એક અરજી પર સુનાવણી કરવામાં આવી. આ અરજીમાં ગેરકાયદેસર રેત ખનનના કારોબારમાં સંડોવાયેલા સંગઠનો અને લોકોની સામે કડક કાયદાકીય કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.

જસ્ટિસ એસ. એ. બોબદેની ખંડપીઠે આ મામલામાં કેન્દ્ર, સીબીઆઈ, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની સરકારોનો નોટિસ જાહેર કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગેરકાયદેસર માઈનિંગને કારણે પર્યાવરણ સાથે સંકળાયેલા સંકટ પેદા થઈ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલા પર ચર્ચા દરમિયાન અરજદારો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ અને પ્રણવ સચદેવાએ અદાલતને ક્હ્યુ છે કે ઘણાં રાજ્યોમાં પર્યાવરણ સાથે જોડાયેલા નિયમોની અવગણના કરીને, સ્થાનિક સરકારની મંજૂરી વગર રેતીનું ગેરકાયદેસર માઈનિંગ કરાઈ રહ્યું છે. અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી કરવામાં આવી છે કે અદાલત તરફથી સુપ્રીમ કોર્ટને નિર્દેશ આપવામાં આવ્યો છે અને અરજી સાથે સંલગ્ન રેત ખનન ગોટાળાની તપાસ કરવામાં આવે.