Site icon hindi.revoi.in

સુપ્રીમ કોર્ટમાં આવશે ચાર નવા જજ, કોલેજિયમે સરકારને મોકલી ભલામણ

Social Share

સુપ્રીમ કોર્ટને આગામી થોડાક દિવસોમાં નવા ન્યાયાધીશો મળવાની આશા છે. જસ્ટિસ અભય મનોહર સપ્રેના રિટાયર થવા અને જજોના નવા પદ સૃજિત થયા બાદ હવે આશા છે કે જલ્દીથી સુપ્રીમ કોર્ટમાં ચાર નવા જજ નિયુક્ત થશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 4 નવા જજોના નામની ભલામણ કેન્દ્ર સરકારની પાસે મોકલી છે, હવે આના પર કેન્દ્ર સરકારે નિર્ણય કરવાનો છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે પોતાની મીટિંગમાં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર સુબ્રમણ્યન, પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ મુરારી, રાજસ્થાન હાઈકોર્ટના આર. રવિન્દ્ર ભટ્ટ અને કેરળ હાઈકોર્ટના ઋષિકેશ રોયના નામની ભલામણ સરકારને મોકલી દીધી છે. કાયદો અને ન્યાય મંત્રાલયના સૂત્રો પ્રમાણે, આગામી બેથી ત્રણ દિવસોમાં જ સરકાર આના પર નિર્ણય લઈને સુપ્રીમ કોર્ટ કોલેજિયમને જાણકારી આપશે. જસ્ટિસ એ. એમ. સપ્રે 27 ઓગસ્ટે રિટાયર થવાના છે.

આના પહેલા આ મહીનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 31થી વધારીને 34 કરવાના વિધેયક પર હસ્તાક્ષર કર્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તાક્ષર બાદ આના સંદર્ભે 12 ઓગ્ટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું હતું. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહીત કુલ જજોની સંખ્યા 34 થશે.

સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 10 ટકા વધારવાનું વિધેયક સંસદે તાજેતરમાં પારીત કરી દીધું હતું. આ વિધેયક જજોની વધારવામાં આવેલી સંખ્યા પ્રમાણે સરકારી ખજાનામાંથી ફંડની ફાળવણી પણ કરવાની હતી, તેના કારણે નાણાં વિધેયક તરીકે પણ સંસદના બંને ગૃહોમાંથી તેને પારીત પણ કરાવવું પડયું  હતું. બંને ગૃહોમાંથી પારીત થયા બાદ વિધેયકને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું.

આ બિલ પ્રમાણે ત્રણ વધારાના જજોની બહાલી બાદ રાજકોષ પર વાર્ષિક છ કરોડ 81 લાખ 54 હજાર 528 રૂપિયાનો બોજો વધશે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારને મોકલેલા પત્રમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટો સહીતની તમામ અદાલતોમાં કેસોની સંખ્યાના વધતા બોજાને ઓછો કરવા માટે જજોની સંખ્યા વધારવાનો આગ્રહ કર્યો હતો. તેના પછી સરકારે જજોની કુલ સંખ્યામાં 10 ટકા વધારાને મંજૂરી આપી દીધી હતી.

Exit mobile version