Site icon hindi.revoi.in

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, દિયરને પણ ચૂકવવું પડી શકે છે ગુજરાન ભથ્થું

Social Share

સુપ્રીમ કોર્ટે ગુજરાન ભથ્થા મામલે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ) હેઠળ દિયરને પણ પીડિત મહિલાને ગુજરાન ભથ્થું આપવાનો આદેશ આપવામાં આવી શકે છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે ઘરેલુ હિંસા થવા પર સંબંધિત પરિવારના કોઈપણ વયસ્ક પુરુષને રાહત ન આપી શકાય. ઘરેલૂ હિંસાના કાયદો ઘણો વ્યાપક છે અને તે હેઠળ પરિવારનો દરેક વયસ્ક પુરુષ આવે છે. આ હેઠળ પીડિત પત્ની અથવા લગ્ન જેવા સંબંધોમાં રહેતી કોઈપણ મહિલા પતિ/પુરુષ સાથીના સંબંધી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી શકે છે.

કોર્ટે કહ્યું કે કાયદાની કલમ 2(f)માં ‘ડોમેસ્ટિક રિલેશન’ને વ્યાપક રીતે સમજાવવામાં આવ્યા છે. ડોમેસ્ટિક રિલેશન્સ એ સંબંધો છે જેમાં કોઈ યુગલ લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહે છે અથવા એવા ઘરમાં રહે છે જ્યાં પરિવારના અન્ય સભ્યો પણ રહે છે.

કોર્ટ પંજાબ-હરિયાણા હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. પંજાબ-હરિયાણા હાઇકોર્ટે એક મહિલાના દિયરને આદેશ આપ્યો હતો કે તે પીડિતાને દર મહિને 4 હજાર રૂપિયા અને તેની બાળકીને બે હજાર રૂપિયા પ્રતિમાસ ગુજરાન ભથ્થા તરીકે આપે, કારણકે આ મહિલાના પતિનું મોત થઈ ચૂક્યું છે. ચુકાદા વિરુદ્ધ અપીલમાં દિયરનું કહેવું હતું કે કાયદામાં એવી કોઈ જોગવાઇ નથી કે જે હેઠળ તે પોતાના દિવંગત ભાઈની પત્નીને ગુજરાન ભથ્થું આપવા માટે બંધાયેલો હોય. જોકે કોર્ટે તેની અપીલને રદ કરી દીધી. બેંચે કહ્યું કે કાયદાના સેક્શન 12 હેઠળ મેજિસ્ટ્રેટને સંપૂર્ણ અધિકાર છે કે તે પીડિત મહિલાને ગુજરાન ભથ્થું અપાવવા માટે આદેશ આપી શકે છે. આ કેસમાં પીડિત મહિલાએ ગુજરાન ભથ્થું અપાવવા માટેના પૂરતા આધાર આપ્યા છે.

શું છે મામલો

પાણીપતની એક મહિલાએ દિયર પાસેથી ગુજરાન ભથ્થું અપાવવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. મહિલાના જણાવ્યા પ્રમાણે, લગ્ન પછી તે પોતાના સાસરે જે ઘરમાં આવી તે પૈતૃક નિવાસસ્થાન હતું અને સાસુ-સસરા અને દિયર તમામ લોકો સાથે રહેતા હતા. મહિલાના જણાવ્યા પ્રમાણે, તેનો પતિ અને દિયર મળીને એક સ્ટોર ચલાવતા હતા અને તેમાંથી થતી આવક બંને વચ્ચે સરખી રકમમાં વહેંચવામાં આવતી હતી, પરંતુ પતિના મૃત્યુ પછી સાસરીવાળાઓએ તેને અને તેની દીકરીને પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો.

Exit mobile version