Site icon hindi.revoi.in

CJI રંજન ગોગોઈ બોલ્યા, હાલ અયોધ્યાની સુનાવણી ચાલુ, કાશ્મીર માટે ટાઈમ નથી

Social Share

જમ્મુ-કાશ્મીરમાં સગીર બાળકોને કસ્ટડીમાં રાખવાને લઈને જે મામલો હતો, તેના પર હાઈકોર્ટની જુવેનાઈલ જસ્ટિસ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મામલાની સુનાવણી થઈ, તો સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટને હવાલે જ કરી દીધો. એટલે કે આ મામલાને હવે હાઈકોર્ટ જ સાંભળશે.

આ મામલા પર ઈનાક્ષી ગાંગુલી અને શાંતા સિંહા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે કોર્ટમાં કહ્યુ કે આ મામલા પર જે રિપોર્ટ હતો, તે આવી ગયો છે, મામલાને બંધારણીય ખંડપીઠ પાસે મોકલવામાં આવી રહ્યો છે.

સોમવારે જ જમ્મુ-કાશ્મીર પર વધુ એક અરજી અદાલતમાં પહોંચી. એમડીએમકે નેતા વાઈકો તરફથી ફારુક અબ્દુલ્લાની કસ્ટડી પર અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ છે કે પીએસએ એક્ટને પડકારી શકાય છે. તેવામાં અરજીને રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે સુનાવણી દરમિયાન અનુરાધા બાસિન દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રેસ પર લગાવવામાં આવેલી રોક પર અરજીને તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે.

જસ્ટિસ ગોગોઈએ કહ્યુ છે કે અમારી પાસે ઘણાં મામલા છે, સાંભળવાનો સમય નથી. બંધારણીય ખંડપીઠની સામે હાલ અયોધ્યાનો મામલો છે. તેના સિવાય ગુલામ નબી આઝાદ સાથે જોડાયેલી અરજી હવે મંગળવારે જ સુપ્રીમ કોર્ટમાં સાંભળવામાં આવશે. એટલે કે હવે જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી ઘણી અરજીઓની સુનાવણી મંગળવારે જ થશે.

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટયા બાદથી જ ઘણાં પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ મામલા પર સુપ્રીમ કોર્ટમાં ઘણાં પ્રકારની અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં અનુચ્છેદ-370 હટાવવાની રીત, અહીં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો, ઘાટીમાં મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો જેવી અરજીઓ સામેલ છે. તેના સિવાય ગુલામ નબી આઝાદ દ્વારા ઘાટીમાં નેતાઓની એન્ટ્રી પર પ્રતિબંધોની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.

Exit mobile version