Site icon hindi.revoi.in

સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકના કાયદા પર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી

Social Share

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન સંસદના પહેલા સત્રમાં પસાર કરાયેલ ત્રિપલ તલાક કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાયમાં ટ્રિપલ તલાકને શિક્ષાપાત્ર ગુનો બનાવવાના કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા સંમતિ આપી છે.

આ કાયદાના વિરુદ્વમાં ત્રણ અલગ અલગ રજીઓ દાખલ થઈ છે, શુક્રવારે જસ્ટિસ એન,વી,રમણની કોર્ટે ત્રણ અરજીની સુનાવણી કર્યા પછી કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી છે,જેમાં ધ મુસ્લિમ વૂમેન એક્ટ 2019ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી હતી, જે તાત્કાલીક ટ્રીપલ તલાકને ગુનો ગણે છે.

ખંડપીઠે વરિષ્ઠ વકીલ સલમાન ખુર્શીદને કહ્યું, “અમે તેની તપાસ કરીશું.” ખુર્શીદે ખંડપીઠને જણાવ્યું હતું કે આ પ્રથાને શિક્ષાપાત્ર ગુનો અને ત્રણ વર્ષ સુધીની જેલની સજા સહિતના ઘણા પરિમાણો છે, જેની સુપ્રીમ કોર્ટે તપાસ કરવાની જરૂર છે. કોર્ટે અરજીઓ સ્વીકારતા સરકાર અને વિવિધ મંત્રાલયોને નોટિસ ફટકારી છે અને દહેજ સામે લડનારા કાયદાઓના દાખલા આપ્યા હતા.

Exit mobile version