Site icon hindi.revoi.in

Article 370 પર સુપ્રીમ કોર્ટે ઝડપી સુનાવણીના આપ્યા સંકેત

Social Share

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આર્ટિકલ – 370 પર ઝડપથી સુનાવણી કરવાના સંકેત આપ્યા છે. આર્ટિકલ-370 જમ્મુ-કાશ્મીરને સ્વાયતત્તા અને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે.

તાજેતરમાં ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કલમ-370ને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હંગામી છે.

અમિત શાહના નિવેદન બાદ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે પણ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરને હવે વિશેષ રાજ્યનો દરજ્જો મળી શકશે નહીં.

ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ હતુ કે ભાજપ સરકાર જમ્મુ-કાસ્મીર સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનું સમાધાન ચાહે છે.

Exit mobile version