- અભિનેતા સની દેઓલ કોરોના પોઝીટીવ
- મનાલીમાં રજાની માણી રહ્યા હતા મોજ
- હિમાચલ પ્રદેશમાં ચાલી રહી છે સારવાર
- હિમાચલના સ્વાસ્થ્ય સચિવએ આપી માહિતી
મનાલી: એક-એક કરીને બોલિવુડના અનેક સેલિબ્રિટી કોવિડ પોઝિટિવ થઈ ચૂક્યા છે. આવામાં બોલિવૂડ એક્ટર અને સાંસદ સની દેઓલ કોરોના પોઝીટીવ જાણવા મળ્યા છે. સની દેઓલને મનાલીમાં કોવિડ પોઝિટિવ હોવાની પુષ્ટિ મળી છે. અહેવાલો મુજબ સની દેઓલ 3 ડિસેમ્બરે મુંબઇ જવા રવાના થવાના હતા, તેથી હવાઈ મુસાફરી પૂર્વે સની દેઓલએ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો,જેમાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય સચિવ અમિતાભ અવસ્થીએ પીટીઆઈને સત્તાવાર રીતે પુષ્ટિ કરતા કહ્યું કે, એક્ટર મનાલીથી પરત ફર્યા પહેલા કોરોના સંક્રમિત જાણવા મળ્યા છે. સની દેઓલ સાથે તેના કેટલાક મિત્રો અને પરિચિતો પણ કુલ્લુ મનાલીમાં રજાઓ માણવા આવ્યા હતા અને હાલમાં જ તેઓએ પરત ફરવાનું વિચાર્યું હતું અને તે દરમિયાન તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લાના મુખ્ય તબીબી અધિકારીએ આ માહિતી મુખ્ય આરોગ્ય સચિવને મોકલી હતી. સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા મુજબ સની દેઓલને કોરોનાની સારવાર સુધી હિમાચલ પ્રદેશમાં રહેવું પડશે. સની હાલમાં ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ છે.
તો બીજી તરફ સની દેઓલે પણ તેના ટ્વિટર એકાઉન્ટ પર તેના સંક્રમણ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, તે એકલતામાં છે અને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તેઓએ ટેસ્ટ કરાવવો જોઈએ.
સની દેઓલે હાલમાં જ ખભાની સર્જરી કરાવી હતી અને તે મનાલીની રજા ગાળવા માટે આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તે કુલ્લુ જિલ્લાના ફાર્મ હાઉસમાં સમય પસાર કરી રહ્યા હતા. સની દર વર્ષે શિયાળામાં આ ફાર્મહાઉસમાં આવે છે. આ વખતે પણ તે લગભગ એક મહિનાથી અહીં રહેતા હતા.
_Devanshi