આજે ભારતદેશને એક મોટી સફળતા મળી છે. બપોરે 2:43 વાગ્યે આંધ્રપ્રદેશ શ્રીહરિકોટા ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ચંદ્રયાન-2 લોન્ચ થયું છે. આ યાન સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું છે. આ યાન ઉડાન ભરતા ઈસરોના ચેરમેન સિવને કહ્યું કે રોકેટની ગતિ અને સ્થિતિ સામાન્ય છે.
ચંદ્રયાન-2 ઉડાન ભરતા ભારતદેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે “ગૌરવશાળી ઈતિહાસની ક્ષણઃ ચંદ્રયાન-2 લોન્ચિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં ગર્વલેનારા ઈતિહાસની સૌથી શ્રેષ્ઠ ક્ષણ આ છે. યાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ વૈજ્ઞાનિકોની અથાગ મહેનત અને 130 કરોડ ભારતીયોની ઈચ્છા શક્તિને કારણે થયું છે. આ યાનની ઉડાનએ વિજ્ઞાનની નવી ઉંચાઈને સ્પર્શ કરે છે. આજે દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો હશે”
આ ઉપરાંત દેશના રાષ્ટ્રપતીએ પણ દરેક વૈજ્ઞાનિકો અને આ મિશનને સફળ બનાવનારા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
સફળતા પૂર્વક આ યાનની ઉડાન પર ઈસરો ચેરમેન સિવને કહ્યું કે, “આ જાહેરાત કરીને હું ખૂબ જ જ ખુશ છું કે GSLV-3એ ચંદ્રયાન-2ને ધરતીથી 6 હજાર કિલોમીટર દૂર કક્ષામાં સ્થાપિત કરી દીધું છે. આ આપણી ઐતિહાસિક યાત્રાની સફળ શરૂઆત છે. યાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે. દરેક ટેકનિકલ ખામીઓને પરખી જાણીને તેને દૂર કરવામાં આવી હતી ને હવે સફળતા પૂર્વક તેને ઉડાન આપવામાં આવી છે ત્યારે આગામી દોઢ દિવસમાં જરૂરી ટેસ્ટ કરવામાં આવશે, જેનાથી નક્કી થશે કે મિશન યોગ્ય દિશામાં છે.