Site icon Revoi.in

આત્મ નિર્ભર ભારતની સફળતા – છેલ્લા કેટલાક મહિનાથી ચીન તરફથી થતી આયાતમાં ઘટાડો નોંધાયો

Social Share

દેશભરમાં ચીન સાથેના તણાવ બાદ આત્મ નિર્ભર ભારત હેઠળ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવાવામાં આવી હતી,એપ્રિલ 2020થી ચીન સાથેના વેપારીક સંબધો ઘણા ઓછા થયેલા જોવા મળી રહ્યા છે, જેનું કારણે આત્મ નિર્ભર ભારત તરફ વધેલો આપણો દેશ છે.તે ઉપરાંત  ચીનમાં થતી નિકાસમાં વધારો નોંધાયો છે.

કેન્દ્ર સરકાર દ્રારા આત્મ નિર્ભર ભારત હેઠળ અનેક પગલાયો લેવામાં આવ્યા હતા જે સફળ થતા જોવા મળી રહ્યા છે, જે થકી 5 મહિનાની અંદર ચીન તરફથી વેપારમાં વર્તાતી ખોટ નહીવત  જોવા મળે છે.ચીન તરફથી થતું વેપાર નુકશાન ઘટી ગયું છે

ગયા વર્ષના આ સમાન સમયગાળાની સરખામણી કરીએ તો એપ્રિલથી ઓગસ્ટ 2020 ની વચ્ચે વેપાર ખાધ અડધી રહી છે.જેનું મુખ્ય કારણ ચીનમાં ભારતની નિકાસમાં થયેલા વધારા અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે લીધેલા પગલા છે,આ કારણે આયાતમાં ઘટાડો થયો છે.

દેશમાં ચીન વિરોધી વાતાવરણને કારણે સરકારે ચીનથી આવતી આયાત પર પણ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા  છે. ભારતમાં અનેક પ્રકારના માલના ડમ્પિંગને રોકવા માટે એન્ટિ-ડમ્પિંગ ફરજો લાદવામાં આવી છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ પ્રમાણે, ભારત અને ચીન વચ્ચે એપ્રિલથી ઓગસ્ટ 2020 ની વચ્ચેની વેપાર ખાધ માત્ર 12.6 અબજ ડોલર રહ્યો હતો.. નાણાકીય વર્ષ 2019-20ના સમાન ગાળામાં આ ખાધ 22.6 અરબ ડોલરની હતી. તે પહેલાં પણ, નાણાકીય વર્ષ 2018-19માં ચીન સાથે ભારતની વેપાર ખાધ 23.5 અબજ ડોલર હતી.

ઉલ્લેખનીય છે કે, ચીનના લદ્દાખ સીમા પર આક્રમણ વલણબાદ ભારતવાસીઓ એ ચીન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, મોદી સરકારે ચીનની અનેક મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો અને ભારતને આત્મ નિર્ભરની દિશામાં એક વેગ આપ્યો હતો જેની સફળતા છેલ્લા 5 મહિનામાં આપણે જોઈ શકીએ છીએ.

આ સાથે જ ભારત તરફથી ચીનને નિકાસ વધુ કરવામાં આવી રહી છે અને ચીનમાંથી થતી આયાતમાં મોટા ભાગે ઘટાડો નોંધાયો છે, દેશ તરફથી ચીનમાં થતા નિકાસમાં વૃદ્ધી જોવા મળી છે.આત્મ નિર્ભર ભારત રંગ લાવી રહ્યું છે

સાહીન-