- સબમરીન આઈએનએસ ખંડેરી નૌસેનામાં સામેલ
- 26-11 જેવા કાવતરા હવે નહી થાય સફળ
- ભારતની બીજી સ્કાર્પિયન-વર્ગની સબમરીન
- 40 થી 50 દિવસ સફર કરવાની ક્ષમતા ઘરાવે છે
- ખંડેરી નામ સ્વૉર્ડ ટૂથ ફીશથી પ્રેરીત
- 2 વર્ષના પરિક્ષણ બાદ ખંડેરીને નોસેનાને સોપંવામાં આવી
આઈએનએસ ખંડેરી ભારતની બીજી સ્કાર્પિયન-વર્ગની સબમરીન છે, જેને પી -17 શિવાલિક વર્ગના યુદ્ધ જહાજની સાથે તેનો નેવીના કાફલામાં સમાવેશ કરવામાં આવ્યો છે. રક્ષામંત્રી રાજનાથસિંહે તેને લીલી ઝંડી આપી હતી. આઈએનએસ ખંડેરી 40 થી 45 દિવસ સુધી મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે
સબમરિન આઈએનએસ ખંડેરીમાં સામેલ થવાથી નોસેનાને સાઈલેન્ટ કિલરની તાકાત મળી છે.સબમરીન આઈએનએસ ખંડરીની નોસેનામાં શામેલ થવાથી ભારતની નેવીની ક્ષમતામાં બે ગણો વધારો થશે,રાજનાથ સિંહની હાજરીમાં આજે શનિવારે સબમરિનનો નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઈએનએસ ખંડેરીમાં 40 થી 50 દિવસ સુધી સફર કરવાની ક્ષમતા ઘરાવે છે,તેને સેનામાં સામેલ કર્યો પછી રાજનાથ સિંહે કહ્યું કે, 26-11 જેવા કાવતરા સફળ હવે નહી થાય
આઈએનએસ ખંડેરી સબમરીનને નૌસેનાને સોપ્યા બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે,”પાકિસ્તાને સમજવું જોઈ કે,આજે અમારી સરકારના મજબુત સંકલ્પથી આઈએનએ ખંડેરીના કાફલામાં જોડાયા પછી નૌકાદળની ક્ષમતામાં વધારો થયો છે. હવે ભારત પાકિસ્તાનને પેહલાથી પણ મોટો ઝટકો આપવા માટે સક્ષમ છે”. સંરક્ષણ પ્રધાને કહ્યું કે “ખંડેરી નામ સ્વૉર્ડ ટૂથ ફિશથી પ્રેરીત છે જે દરિયામાં તળીયા પાસે પહોંચીને શિકાર કરવા માટે જાણીતી છે તે એક ઘાતક માછલી છે”.
300 કિલો મીટર દુર દુશ્મન પર હુમલો કરવાની ક્ષમતા ઘરાવે છે
મુંબઈની દરિયાઈ તટની રક્ષા માટે નોસેનાની બીજી સૌથી આધુનિક સબમરીનમાં તટ પર રહીને અંદાજે 300 કિલો મીટર દુર સ્થિત દુશ્મનના જહાજને ખતમ કરવાની ક્ષમતા છે,દરિયાની ઊંડાઈમાં 2 વર્ષનું પરિક્ષણ કર્યા પછી ખંડેરીને નોસેનાને સોપંવામાં આવી છે
ખંડેરી 40 થી 50 દિવસો સુધી સફર કરવાની તાકાત રાખે છે
ખંડેરી ભારતીય દરિયાઇ સરહદોનું રક્ષણ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ સબમરીન પાણીમાંથી જ કોઈપણ યુદ્ધ જહાજને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. ખંડેરી 40 થી 45 દિવસ પાણીની નીચે પણ રહી શકે છે. જેની મદદથી દેશમાં નિર્માણ પામેલી આ સબમરીન એક કલાકમાં 35 કિ.મી.નું અંતર સરળતાથી કાપી શકે છે.હવે નોસેનાને ક નવી તાકાત મળી છે એમ કહી શકાય