Site icon Revoi.in

નીતિ આયોગના સભ્યએ કહ્યું -“કોરોના ગાઈડલાઈનનું સખ્ત પાલન કરવામાં આવે તો, ફેબ્રુઆરી મહિના સુધી કોરોના પર કાબુ મેળવી શકીશું “

Social Share

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં છેલ્લા ત્રણ અઠવાડીયાથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં સંક્રમણની ઝડપ પણ ઘટી છે, ત્યારે હવે આ સમગ્ર બાબતને લઈને નીતિ આયોગના સભ્ય વીકે પૉલે એમ પણ જણાવ્યું છે કે, જો આપણે બધા કોરોનાના નિયમોનું સખ્ત રીતે પાલન કરીએ તો આવનારા વર્ષ ફેબ્રુઆરી 2021 સુધી દેશમાં કોરોના વાયરસ સંક્રમણ પર કાબુ મેળવી શકાશે, જો કે તેમણે કોરોનાની બીજી ભરતીને પણ નકારી નહી જ શકાય તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે.

કોરોના મહામારીની લડાઈમાં વી કે પોલ મહત્વનું સ્થાન ઘરાવે છે તેઓ આ બાબતે કાર્ય કરનારી પેનલના પ્રમુખ છે,તેમણે જણઆવ્યું હતું કે એક વખત કોરોનાની વેક્સિન અસ્તિત્વમાં આવ્યા બાદ આપણા પાસે દરેક લોકો સુધી તેને પહોંચાડવાની સુવિધઆ તો ઉપલબ્ધ છે જ,

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રવિવારના રોજ પ્રથમ વખત એક બાબતનો સ્વિકાર કર્યો હતો જે મુજબ તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાનું સંક્રમણ કોમ્યુનિટી સ્તર પર પણ ફેલાઇ રહ્યુ છે.જો કે આ વાત માત્ર કેટલાક જિલ્લા અને રાજ્યો સુધી જ સીમિત ગણાવી શકાય.

વીકે પૉલના જણાવ્યા પ્રમાણે, કોરોનાના સંક્રમણના નવા કેસમાં અને મોતમાં ઘટાડો પણે જોઈ શકીએ છીએ, જો કે 5 રાજ્યોમાં સંક્રમણ વધવાનું સ્તર હજુ જોઈ શકાય છે, ઉલ્લએખનીય છે કે, પૉલ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19ના પ્રમુખ પણ છે. તેમણે રવિવારના રોજ આ સમગ્ર  માહિતી જારી કરી હતી.

પોલના જણાવ્યા અનુસાર હાલ દેશની સ્થિતિ વધુ સારી જોવા મળી રહી છે પરંતુ હજુ આપણે ઘણો મોટો રસ્તો પાર કરવાનો છે, કારણ કે 90 ટકા લોકો હજુ પણ કોરોના વાયરસથી ખુબ જ સરળતાથી સંક્રમિત થઈ શકે છે. કોરોનાની બીજી તરંગ વિશે તેમણે કહ્યું કે, શિયાળાની શરૂઆત થતાં જ યૂરોપના દેશોમાં સંક્રમણના કેસ વધતા જોવા મળી રહ્યા છે. જેથી ભારતમાં કોરોનાની બીજી ભરતીને નકારી તો નહી જ શકાય.જો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પણે અમલ કરવામાં આવેતો આવનારા વર્ષ ફ્રેબુઆરી મહિના સુધીમાં કોરોના પર કાબુ મેળવી શકાશે.

સાહીન-