Site icon hindi.revoi.in

શેરબજારમાં નિફ્ટીની મોટી છલાંગ: પહેલીવખત નિફ્ટી 13000 ને પાર

Social Share

મુંબઈ: આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેર બજાર ફરીથી લીલા નિશાન પર ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 274.67 પોઇન્ટ વધીને 44351.82 પર ખુલ્યો છે. તો, નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 83.50 પોઇન્ટની મજબૂતી સાથે 13010 પર શરૂ થયો છે. નિફ્ટીએ પહેલીવખત 13000 નો આંકડો પાર કર્યો છે.

ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરો વાળા સેન્સેક્સ 439.25 પોઇન્ટ અથવા 1.01 ટકા વધ્યા હતા.સૂચકાંકએ વર્ષ 2020 માં થયેલ સમગ્ર નુકસાનની ભરપાઈ કરી લીધી છે. તે 1 જાન્યુઆરી 2020 ના રોજ 41306.02 પર બંધ રહ્યો હતો. જો કે, વિશ્લેષકોના મતે આગળ બજારમાં ઉતાર–ચઢાવ શરૂ રહેશે. આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ.

કોરોના વાયરસના વધતા જતા કેસો અને ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટના સમાધાન પર આધારિત રહેશે. આને કારણે આ અઠવાડિયામાં શેર બજારોમાં ઉતાર-ચઢાવ શરૂ રહેશે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કોવિડ -19 વેક્સીનથી સંબંધિત સમાચાર ઉપરાંત અમેરિકામાં પ્રોત્સાહક ઉપાયોની ચર્ચા અને વૈશ્વિક વલણ બજારની દિશા નક્કી કરશે.

જો મોટા શેરોની વાત કરીએ તો આજે મારુતિ,ડિવીસ લેબ,એચડીએફસી બેન્ક,એક્સિસ બેન્ક અને હિંડાલ્કો ઝડપી ગતિએ શરૂઆત કરી છે. જયારે હીરો મોટોકોર્પ,બજાજ ઓટો,કોટક બેંક, હિન્દુસ્તાન યુનિલીવર અને નેસ્લે ઇન્ડિયાના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.

જો સેક્ટોરીયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે તમામ સેક્ટર્સ લીલા નિશાન પર ખુલ્યાં છે. આમાં ફાઇનાન્સ સર્વિસીઝ,બેંકો,પ્રાઇવેટ બેન્કો,રિયલ્ટી,આઇટી,ઓટો,ફાર્મા,એફએમસીજી,પીએસયુ બેંકો,મેટલ અને મીડિયા સામેલ છે.

_Devanshi

Exit mobile version