- મિલિંદ આ વર્ષે તેનો 55 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે
- મિલિંદે સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
- મિલિંદની પત્ની અંકિતા તેમના કરતા 30 વર્ષ નાની છે
મુંબઈ: ફિટનેસને લઈને હંમેશા સજાગ અને સતર્ક રહેતા એવા મશહુર એક્ટર અને મોડેલ મિલિંદ સોમન આજે પોતાનો 55મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. પોતાના જન્મ દિવસ પર તેમણે પોતાની એનર્જી અને સ્ફૂર્તિ બતાવતો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ ફોટો તેમની પત્ની અંકિતા દ્વારા લેવામાં આવ્યો છે.
મિલિંદ સોમનના સોશિયલ મીડિયા પર જે ફોટો મુકવામાં આવ્યો છે તે દર્શાવે છે કે મિલિંદ માટે ફિટનેશ આજે પણ કેટલી જરૂરી છે. જન્મદિવસના દિવસે મુકવામાં આવેલા ફોટો દર્શાવી રહ્યો છે કે ઉંમર તો બસ માત્ર નંબર છે પણ શરીરની ફિટનેસ અને ઉંમરને કોઈ લેવા દેવા નથી. જીવનમાં ફિટનેસની જરૂરીયાત કેટલી હોવી જોઈએ તે આ ફોટો જોઈને આપણે સૌ નક્કી કરી શકીએ છે.
જો વાત કરવામાં આવે મિલિંદના ફિટનેસ કેરીઅર અંગેની તો પહેલા પણ મિલિંદએ મધુ સપ્રે મોડેલ સાથેની પ્રખ્યાત બ્રાન્ડ માટે પોઝ આપ્યા હતા. જ્યારે આ તસવીર મેગેઝિનના કવર પર પ્રકાશિત કરવામાં આવી હતી તે વખતે ખુબ જ હોબાળો મચ્યો હતો. મિલિંદે તે ફોટો થોડા દિવસો પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. તેણે તેને થ્રોબેક ફોટો તરીકે પોસ્ટ કર્યો હતો.
મિલિંદ સોમનના માતાશ્રી પણ ફિટનેસને લઈને સજાગ અન સતર્ક છે. તેમની ઉંમર હાલના સમયમાં 80 વર્ષ જેટલી છે અને આજે પણ તેઓ શરીરની ફિટનેસ પર પૂર્ણ રીતે ધ્યાન આપી રહ્યા છે.
સોમન ફેમિલીમાં દરેક લોકો પ્રેરણા લઈ શકે એમ છે અને તેમનામાંથી શીખવા જેવુ એ છે કે જીવનમાં તમામ લોકોએ ફિટનેસ અથવા સ્ફૂર્તિ પર ધ્યાન આપવુ જોઈએ. અંગ્રેજીમાં હેલ્થ ઈઝ વેલ્થ એક એવી કહેવત પણ છે અને મિલિંદ તે જણાવી રહ્યા છે જીવનમાં સૌથી વધારે કીમતી જો કઈ વસ્તુ હોય તો તે સ્વાસ્થ્યની તકેદારી અને ફિટનેસ જ છે.
મિલિંદ હવે 55 વર્ષના થઈ ગયા છે અને તેઓએ પોતાનાથી 30 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા છે અને હાલ તેઓ ગોવામાં છે અને ત્યાં જ તેમની પત્ની અંકિતા સાથે તેમનો જન્મદિવસ સેલીબ્રેટ કરી રહ્યા છે.
મિલિંદે સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે બીચ પર દોડતો નજરે પડે છે. આ ફોટામાં શેર કરતાં લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે ટૂ મી.’ મિલિંદની સુપરહોટ તસવીરને તેની પત્ની અંકિતા કોનવરે ક્લિક કરી છે. આ તસવીર જોઈને તમે મિલિંદની ફિટનેસનો ખ્યાલ મેળવી શકો છો.
મિલિંદ સોમન ઘણા વર્ષોથી મધુ સપ્રે સાથે રિલેશનશિપમાં હતા. બાદમાં બંનેનું બ્રેકઅપ થઇ ગયું. ત્યારબાદ 2006માં મિલિંદે ફ્રેન્ચ અભિનેત્રી મેલીન જામ્પનોઇ સાથે લગ્ન કર્યા,જેણે વેલી અને ફ્લાવર્સ ફિલ્મમાં કામ કર્યું હતું. આ લગ્ન ફક્ત ત્રણ વર્ષ ચાલ્યા. મેલિન પાછા ફ્રાન્સ ચાલ્યા ગયા. તે પછી મિલિંદે તેનાથી 30 વર્ષ નાના અંકિતા કોનવરને ડેટ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ બંનેના લગ્ન થઈ ગયા.
_Devanshi