Site icon hindi.revoi.in

SBI બેંકે ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યો ફેરફાર- હવે લાગી શકે છે ચાર્જ

Social Share

બેંક ઓફ ઈન્ડિયાએ હવે તેના ખાતાધારકોને એક ફટકો આપ્યો છે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એટીએમમાંથી પૈસા ઉપાડવાની બાબતને લઈને થોડા
ફેરફાર કર્યા છે, બદલાયેલા નિયમો મુજબ ફ્રી ટ્રાન્જેક્શનની મર્યાદાઓ પુરી થવા પર બેંક ખાતાધારકને ચાર્જ લાગી શકે છે, એટલું જ નહી તે ઉપરાંત એસબીઆઈ ખાતા ધરાવનાર લોકોમાં જો અમાઉન્ટ નહી હોય અને તે ટ્રાન્જેક્ટશન ફેલ જશે અને તે માટે પણ ગ્રાહક પાસેથી ચાર્જ લેવામાં આવશે, અસબીઆઈનો આ નિયમ આમતો વર્ષ 2020ની 1લી જૂલાઈથી લાગુ કરવામાં આવ્યો છે.

ભારતીય સ્ટેટ બેંક મેટ્રો શહેરોમાં 12 એટીએમમાંથી 8 વખત પૈસા ઉપાડવાની છૂટ આપે છે,એટલે કે જો તમે મેટ્રો સીટીમાં રહો છો તો તમે એક મહિનાની અંદર માત્રને માત્ર 8 વખત જ એટીએમમાંથી પૈસાનો ઉપાડ કરી શકો ,જેનો કોઈ પણ ચાર્જ નહી લાગી શકે, પરંતુ તમે એક મહિનાની અંદર 8થી વધુ વખત એટીએમમાંથી પૈસા ઉપાડશો તો બેંક તમારા પાસે તેનો ચાર્જ વસુલી શકે છે.

એસબીઆઈ એટીએમમાંથી મફ્તમાં પૈસા ઉપાડવા માટે ગ્રાહકોને મેટ્રો શહેરોમાં 5 વખતની છૂટછાટ આપવામાં આવી છે તો એસબીઆઈ સિવાયના અન્ય એટીએમમાંથી ગ્રાહકો 3 વખત જ પૈસા ઉપાડી શકે છે, આમ કુલ મળીને 8 વખત પૈસા ઉપડવા પર કોઈ ચાર્જ લાગતો નથી, ત્યાર બાદ આ બન્નેમાં ચાર્જ લાગી શકે છે. આ મેટ્રો શહેરોમાં મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતા,બેંગલુરુ અને હેદરાબાદનો સમાવેશ થાય છે.

અએસબીઆઈના બીજા નિયમ મુજબ જો ગ્રાહકના ખાતામાં એક પણ રુપિયો ન હોય એવી સ્થિતિમાં તે એટીએમમાંથી પૈસાનો ઉપાડ કરે છે અને ટ્રાન્જેક્શન ફેલ થાય તો 20 રુપિયાનો દંડનો ચાર્જ અને જીએસટી વસુલવામાં આવશે, અર્થાત જો તમારા ખાતામાં પૈસા જ ન હોય અને તમે અટીએમનો ઉપયોગ કરશો તો તમારા પાસેથી ચાર્જ વસુલવામાં આવશે.

આ ઉપરાંત જો તમે તમારા ખાતામાંથી એસબીઆઈના એટીમમાંથી 10 હજારની રકમ ઉપાડવા માંગો છો તો તે પહેલા તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે ઓટીપી તમે એટીએમ મશીનમાં એડ કરશો તો જ તમે પૈસા ઉપાડી શકશો,એટલે કે પૈસા ઉપાડતા વખતે પોતાનો ફોન પાસે રાખવો ખુબ જ જરુરી છે.પરંતુ જો તમે સવારે 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી આ રકમ ઉપાડશો તો તેમાં ઓટીપી અટલે કે વન ટાઈમ પાસવર્ડની જરુર નહી પડે, આ સાથે જ આ રકમ જો અસબીઆઈ સિવાયના એટીએમમાંથી ઉપાડશો તો પણ ઓટીપી પાસવર્ડની જરુર નહી પડે.

જો કે એક સારી વાત એ પણ છે કે હવેથી એસબીઆઈ બેંક નવા નિયમો પ્રમાણે એસએમએસ એલર્ટનો કોી પણ ચાર્જ લેશએ નહી,એસબીઆઈ ખાતા ધારકો માટે એસએમએસથી મળતી માહિતીનો ચાર્જ ખતમ કર્યો છે.

_Sahin

Exit mobile version