Site icon hindi.revoi.in

ગ્લોબલ વોર્મિંગથી પ્રલયને આમંત્રણ: હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યા છે બમણી ઝડપે

Social Share

વધતા તાપમાનને કારણે હિમાલયના સાડા છસ્સો ગ્લેશિયરના અસ્તિત્વ સામે મોટું સંકટ ઝળુંબી રહ્યું છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્લેશિયરોની પીગળવાની ઝડપ બેગણી થઈ ચુકી છે.

સાઈન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે, 1975થી 2000 વચ્ચે આ ગ્લેશિયર પ્રતિ વર્ષ દશ ઈંચ ઘટી રહ્યા હતા. પરંતુ 2000થી 2016 વચ્ચે તે પ્રતિ વર્ષ 20 ઈંચ સુધી ઘટવા લાગ્યા છે. તેના કારણે આઠ અબજ તણ પાણીનું નુકશાન થઈ રહ્યું છે. કોલંબિયા યુનિવર્સિટીના અર્થ ઈન્સ્ટિટ્યૂટના સંશોધકોએ ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલા 40 વર્ષોની તસવીરોના આધારે આ સંશોધન કર્યું છે. આ તસવીર અમેરિકાના જાસૂસી ઉપગ્રહો દ્વારા લેવામાં આવી હતી. તેને થ્રીડી મોડ્યુલમાં બદલીને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ તસવીરો ભારત, ચીન, નેપાળ અને ભૂટાનમાં આવેલા 650 ગ્લેશિયરોની છે. જે પશ્ચિમથી પૂર્વ સુધી લગભગ બે હજાર કિલોમીટરમાં ફેલાયેલા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જળવાયુ પરિવર્તન ગ્લેશિયરોને ખાઈ રહ્યું છે.

સંશોધન પ્રમાણે, 1975-2000 અને 2000-2016ની વચ્ચે હિમાલય ક્ષેત્રના તાપમાનમાં લગભગ એક ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો, જેનાથી ગ્લેશિયરના પીગળવાનો દર વધી ગયો છે. જો કે તમામ ગ્લેશિયરોના પીગળવાની ઝડપ એક સરખી નથી. ઓછી ઊંચાઈવાળા ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે. કેટલાક ગ્લેશિયર પાંચ મીટર પ્રતિ વર્ષના હિસાબથી પીગળી રહ્યા છે.

ગ્લેશિયરના પીગળવાથી ઊંચા પહાડોમાં કૃત્રિમ સરોવરનું નિર્માણ થાય છે. તેના તૂટવાને કારણે પૂરની સંભાવના વધી જાય છે, જેનાથી તળેટીમાં વસતા લોકો સામે ખતરો પેદા થઈ જાય છે.

ગ્લેશિયરમાંથી નીકળનારી નદીઓ પર ભારત, ચીન, નેપાળ અને ભૂટાનની 80 કરોડની વસ્તી નિર્ભરતા ધરાવે છે. આ નદીઓથી સિંચાઈ, પીવાનું પાણી અને વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે છે. ગ્લેશિયરના પીગળવાથી આ તમામ સંશાધનો પણ ખતમ થઈ જશે.

હિમાલયના 650 ગ્લેશિયરોમાં લગભઘ 60 કરોડ ટન બરફ એકઠો થયેલો છે. ઉત્તર અને દક્ષિણ  ધ્રુવ બાદ આ ત્રીજો મોટો પ્રદેશ છે કે જ્યાં આટલા મોટા પ્રમાણમાં બરફ છે. માટે હિમાલયના ગ્લેશિયર વિસ્તારને ત્રીજો ધ્રુવ પણ કહેવામાં આવે છે.
ગ્લેશિયરોના પીગળવાથી દર વર્ષે આઠ અબજ ટન પાણી બરબાદ થાય છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં બરફ પિગળવાથી સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. તેનાથી ઘણાં નાના ટાપુઓ પર પણ ખતરો વધી ગયો છે.

Exit mobile version