Site icon Revoi.in

રામ મંદિર માટે દેશ વિદેશથી આવી રહ્યું છે દાન, આ વ્યક્તિએ પણ કરી દાન કરવાની અપીલ

Social Share

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરનો શિલાન્યાસ કરશે..તલગાજરડામાં ચાલી રહેલી મોરારી બાપુની ઓનલાઈન કથામાં બાપુએ મંદિરના નિર્માણમાં 5 કરોડ રૂપિયા મોકલીશું તેવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ દાતાઓએ દિલ ખોલીને દાન કર્યું છે. મોરારી બાપુની ઓનલાઇન કથામાં શ્રોતાઓ દ્વારા રામ મંદિર નિર્માણમાં 16 કરોડ 80 લાખનું દાન આવ્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓએ રામ મંદિર નિર્માણ માટે દાન કર્યું છે. મોરારીબાપુની ચાલી રહેલ કથામાં રામ મંદિર નિર્માણમાં હજી દાનનો આંકડો વધી શકે છે.

મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાની મનોકામના પૂર્ણ કરે તેમજ આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે. ત્યારે આજે 5 કરોડના બદલે 16 કરોડની રકમ એકઠી થઈ ગઈ છે.

ભારતમાંથી 10 કરોડ રૂપિયા આસપાસની રકમ એકત્ર થઈ ગઈ હતી. જ્યારે 3 કરોડ 51 લાખ રૂપિયા અમેરિકાથી અને કેનેડામાંથી, જ્યારે 2 કરોડ 80 લાખ રૂપિયા યુ.કે. અને યુરોપથી આવ્યાં છે. આમ કુલ અત્યાર સુધીમાં 16 કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ ગઈ છે.

_Devanshi