Site icon hindi.revoi.in

રેલ્વેની યાત્રીઓને ખાસ ભેટ – મેરઠથી શ્રીરામપથ યાત્રા માટે 12 ડિસેમ્બરથી ખાસ ટ્રેનનું સંચાલન કરાશે

Social Share

રેલ્વે વિભાગ અનેક ટ્રેન શરુ કરીને યાત્રીઓને એક પછી એક સોગાત આપી રહી છે,ત્યારે હવે રેલ્વે એ મેરઠને શ્રીરામ પથ યાત્રાની સોગાત આપી છે, જે ઘમઆલાંબા સમય પછી ઘાર્મિક યાત્રા માટે મળી છે, શ્રીરામ પથ યાત્રા માટે 12 ડિસેમ્બરના રોજ ગેહરાદુનથી રવાના થશે, જે હરિદ્વાર ,મેરઠ ,ગાજિયાબાદ, અલીગઢ,હાથરસ,ટૂંડલા. ઈટાવા રહીને અયોધ્યા પહોંચશે,

ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા ધાર્મિક મહત્વના સ્થળોએ અયોધ્યાની યાત્રા પછી, આ ટ્રેન પ્રયાગરાજ અને ત્યારબાદ ચિત્રકૂટઘામ પહોંચશે . ‘દેખો અપના દેશ’ કાર્યક્રમ અંતર્ગત યાત્રીઓને ધાર્મિક મહત્વના શહેરોની યાત્રા કરાવામાં  આવશે.

તાજેતરમાં અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભૂમિપૂજન પછી આ યાત્રા ઘણી મહત્વપૂર્ણ હશે. યાત્રીઓ મેરઠ કેન્ટ સ્ટેશનથી આ વિશેષ મુસાફરીનો આનંદ માણી શકશે. આ અંગેની વિશએષ જાણકારી રેલ્વેની આઈઆરસીટીસીટૂરિઝ્મ,કોમ પરથી મેળવી શકો છો. વેબસાઇટ પર બુકિંગ કર્યા પછી તમારી બેઠક અનામત કરવામાં આવશે.

રેલવે મંત્રી પિયુષ ગોયલે તેમના ફેસબુક એકાઉન્ટ પર શ્રી રામપથ યાત્રાના માર્ગ વિશે માહિતી આપી છે. આ યાત્રા દરમિયાન, રેલ્વેમાં શાકાહારી ભોજન, રહેવા માટે અને ફરવાલાયક સ્થળોએ પરિવહનની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે

જાણો આ યાત્રાની વિશેષતાઓ

Exit mobile version