1. Home
  2. revoinews
  3. સોમનાથ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનાની સાદગીથી થશે ઉજવણી
સોમનાથ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનાની સાદગીથી થશે ઉજવણી

સોમનાથ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનાની સાદગીથી થશે ઉજવણી

0
  • મંદિરમાં પૂજા-અર્ચનામાં રખાશે કાળજી
  • આ વર્ષે ભગવાનની પાલખીયાત્રા નહીં યોજાય
  • આરતીમાં શ્રદ્ધાળુઓને હાજરી નહીં અપાય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરમાં આ વર્ષે પવિત્ર શ્રાવણ મહિનાની સાદગીથી ઉજવણી કરવામાં આવશે. પરંપરાગત રીતે યોજાતી ભગવાનની પાલખીયાત્રા આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં સોમનાથ દાદાની આરતીમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોકમાં સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિર ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જેથી સોમનાથ મંદિર પણ શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યાં હતા. અનલોકના અમલ બાદ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેથી રાજ્યના અનેક નગરોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક આંશિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે. બીજી તરફ સરકાર દ્વારા પણ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને પગલે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમ યોજવામાં નથી આવતા. દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.  

સોમનાથ મહાદેવ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રાવણમાસની વિશેષ ઉજવણી નહીં થાય. તેમજ પૂજા અર્ચના પણ કાળજી પૂર્વક કરાશે. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. શ્રાવણમાસમાં સોમનાથ મંદિરે યોજાતા શ્રુગાર,દીપમાળા યથાવત રહેશે. ભગવાનની રોજ આરતી,પૂજા કરવામાં આવે છે. જો કે, સવાર સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.