Site icon hindi.revoi.in

 સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની ફિલ્મ લાઇગર ઓટીટી પ્લેટફોર્મ પર થશે શકે છે રીલીઝ

Social Share

મુંબઈ : કોરોના વાયરસ મહામારીને લીધે જ્યાં થિયેટરો લાંબા સમયથી ખુલી શક્યા નથી, તો, ઘણી ફિલ્મ્સનું શૂટિંગ અટકેલું છે. આ લિસ્ટમાં સામેલ  સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ લાઈગર છે. લાઇગરમાં વિજય સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે. હવે ફિલ્મ વિશે એક મોટો સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને ચાહકો આશ્ચર્યચકિત થઈ જશે.

લાઇગરનો પહેલો લુક ફેંસ સામે રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મ ફ્લોર પર આવી શકી નથી. અહેવાલો અનુસાર ફિલ્મ લાઇગર ખૂબ મોટા પાયે શૂટ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ફિલ્મના ઓટીટી રાઇટ્સના સમાચાર સામે આવ્યા છે.

અર્જુન રેડ્ડી સ્ટારર ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ મુંબઇમાં થઈ ચૂક્યું છે, પરંતુ કોરોનાના પ્રકોપને કારણે આ શૂટિંગને મેકર્સએ અટકાવ્યું છે.  હવે કોરોના પર કાબૂ આવી રહ્યો છે, હવે આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. દરમિયાન, સમાચાર આવ્યા છે કે લાઇગરને થિયેટરોની જગ્યાએ સીધા ઓટીટી પર રીલીઝ કરી શકાય છે..

અહેવાલ મુજબ, કોઈ મોટા ઓટીટી પ્લેટફોર્મ દ્વારા મેકર્સ પાસેથી રાઈટ્સ લેવાની ઓફર કરવામાં આવી છે. આ સાથે, લાઇગરના મેકર્સને લગભગ 200 કરોડની ઓફર કરવામાં આવી છે. જો કે એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે હાલમાં કરણ જોહર અને પુરી જગન્નાથે આ ઓફર સ્વીકારી નથી.

 

Exit mobile version