Site icon hindi.revoi.in

સોનુ સૂદે હવે ફ્રાંસની લીધી મદદ,ઓક્સિજન પ્લાન્ટ્સ મંગાવ્યા

Social Share

મુંબઈ : ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે.એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા કલાકારો છે જે લોકોના સમર્થનમાં આવી રહ્યા છે. સૌથી વધુ સમસ્યા ઓક્સિજનની વર્તાઈ રહી છે. એવા ઘણા કલાકારો છે જે આ સમસ્યાને દૂર કરવામાં રોકાયેલા છે. આમાંના એક છે સોનુ સૂદ. સોનુ સૂદે દેશવાસીઓની મદદ માટે ફ્રાન્સ પાસેથી ઓક્સિજન પ્લાન્ટ મંગાવ્યા છે. સોનુ સૂદે એક નિવેદન જારી કરીને આ વિશે જણાવ્યું હતું.

નિવેદનમાં સોનુએ જણાવ્યું હતું કે, દેશમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને ઘણા ઓક્સિજન પ્લાન્ટ્સ મંગાવવામાં આવ્યા છે. આનાથી દેશભરમાં જે ઓક્સિજનની અછત છે તેનું સમાધાન મળી જશે. બધું સમય સર થઇ જશે. સોનુએ કહ્યું- આપણે જોઈ રહ્યા છીએ કે, ઘણા લોકોને ઓક્સિજન સિલિન્ડરના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઓક્સિજન સિલિન્ડરોને આવી રીતે  હોસ્પિટલોમાં પરિવહન કરવામાં આવશે નહીં,પરંતુ સંપૂર્ણ રીતે ભરીને આપવામાં આવશે. આ સમસ્યાનું હલ ઝડપથી થાય. આ સમયે તે ખૂબ મહત્વનું છે કે વસ્તુઓ યોગ્ય સમયે કરવામાં આવે જેથી આપણે અન્ય લોકોને ના ગુમાવી શકી.

અહેવાલો મુજબ,પ્રથમ પ્લાન્ટનો ઓર્ડર આપવામાં આવી ચુક્યો છે અને તે ફ્રાન્સથી 10-12 દિવસમાં ભારત પણ આવી જશે. સોનુ સૂદનો પ્રયાસ ખરેખર સરાહનીય છે.ગયા વર્ષે તેમણે પ્રવાસી મજૂરોને તેમના સ્થળો સુધી પહોંચવામાં મદદ કરી હતી,આ વખતે તેમણે જરૂરિયાતમંદ લોકો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ હાથમાં લીધું છે.અને તે સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવી પણ રહ્યા છે. આ અગાઉ સોનુ સૂદે ચીનથી ઓક્સિજન કોન્સેન્ટર્સ મંગાવ્યા હતા.

ઇન્ડસ્ટ્રીથી ઘણા સ્ટાર્સ લોકોની મદદ માટે આગળ આવ્યા છે.તેમાં અનુષ્કા શર્મા,સારા અલી ખાન,અમિતાભ બચ્ચન,લતા મંગેશકર,અક્ષય કુમાર અને અનુપમ ખેર જેવા સ્ટાર્સ સામેલ છે.

 

Exit mobile version