Site icon hindi.revoi.in

પુણ્યતિથિના દિવસે દાદા ફિરોઝ ગાંધીને કેમ ભૂલી જાય છે રાહુલ-પ્રિયંકા?, તેમના કારણે મળી છે ‘ગાંધી’ અટક

Social Share

જે મહાનુભાવના કારણે આજે કોંગ્રેસના શીર્ષસ્થ પરિવાર પોતાની સરનેમમાં ગાંધી લગાવે છે, તે વ્યક્તિને તેમના જન્મદિવસ અને પુણ્યતિથિ પર તેમનો પરિવાર જ યાદ કરતો નથી અથવા તો કરવા માંગતો નથી. વાત છે ફિરોઝ ગાંધીની, જેમના કારણે ઈન્દિરાએ પોતાની સરનેમ નહેરુના સ્થાને ગાંધી કરી હતી. ફિરોઝ ઈન્દિરા ગાંધીના પતિ હતા. ફિરોઝ ગાંધી સોનિયા ગાંધીના સસરા હતા અને રાહુલ ગાંધીના દાદા હતા. પરંતુ આઠમી સપ્ટેમ્બરે ફિરોઝ ને તેમની પુણ્યતિથિ પર તેમના પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીએ યાદ કર્યા નહીં.

ત્યાં સુધી કે જે કોંગ્રેસ પાર્ટીના ફિરોઝ ગાંધી સાંસદ હતા, તે પાર્ટીએ પણ તેમને યાદ કર્યા નથી. જો તમે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ટ્વિટર એકાઉન્ટને ફંફોસો, તો જોવા મળશે કે બંનેમાંથી કોઈએ પણ પોતાના દાદાને યાદ કરવાની જહેમત ઉઠાવી નથી. જો કોંગ્રેસનો શીર્ષસ્થ પરિવાર સત્તા પર આવી શક્યો છે, તો તેમા ગાંધી સરનેમનું પણ ઘણું મોટું યોગદાન હતું. પરંતુ આ વ્યક્તિને ભુલાવી દેવામાં આવ્યા છે, કે જેના કારણે ઈન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી તરીકે પોતાને ઓળખાવી શકે છે.

ફિરોઝ ગાંધી ભ્રષ્ટાચારની વિરુદ્ધ અભિયાન ચાલનારા અગ્રણી નેતાઓમાંથી એક હતા. નહેરુ કાળ દરમિયાન પણ તેમણે વિભિન્ન ગોટાળાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. એલઆઈસી કંપનીમાં થયેલા ગોટાળાની વિરુદ્ધ ફિરોઝ ગાંધી દ્વારા અવાજ ઉઠાવવાને કારણે તત્કાલિન નાણાં પ્રધાન ટીટી કૃષ્ણામાચારીને રાજીનામું આપવું પડયું હતું. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જો વિદેશમાં રજાઓ ગાળવા ગયા હોય નહીં, તો તેઓ ટ્વિટર પર ઘણાં સક્રિય રહે છે, પરંતુ દાદા ફિરોઝ ગાંધીને યાદ કરવા માટે તેમની પાસે બિલકુલ સમય હોય તેવું લાગતું નથી.

પ્રિયંકા ગાંધીએ ફિરોઝ ગાંધીની પુણ્યતિથિના દિવસે મોદી સરકારના વિરોધમાં એક કવિતા શેયર કરી, ઈકોનોમી પર ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ પોતાના જ દાદાને તેમણે યાદ કર્યા નહીં. એવું નથી કે કોંગ્રેસના શીર્ષસ્થ પરિવાર પોતાના ખાનગી કાર્યક્રમોની પ્રાઈવસીને લને કંઈક વધારે જ સતર્ક રહે છે. રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી દર વખતે ઈન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધીને યાદ કરે છે. આ ત્રણેય દિવંગત મહાનુભાવોના જન્મદિવસ અને પુણ્યતિથિ પર તેમની સમાધિ પર જાય છે.

અને ફિરોઝ ગાંધીની સમાધિ? ત્યાં કોઈ જતું નથી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના દાદા ફિરોઝ ગાંધીનું સમાધિ સ્થળ ઈન્દિરા ગાંધીના શક્તિસ્થળ જેટલું હાઈપ્રોફાઈલ નથી અને રાજીવ ગાંધીના સમાધિ સ્થળ વીર ભૂમિ જેટલું ભવ્ય પણ નથી. કોંગ્રેસના શીર્ષસ્થ પરિવારના ભાષણોમાં ફિરોઝ ગાંધીનો ઉલ્લેખ સુદ્ધાં હોતો નથી.

ફિરોઝ ગાંધીનું સમાધિ સ્થળ લખનૌ-અલ્હાબાદ હાઈવે પર એક ખૂણામાં ધૂળ ખાઈ રહ્યું છે. સોનિયા ગાંધી 2001 બાદ અહીં આવ્યા નથી. રાહુલ ગાંધી છેલ્લે 2011માં અને પ્રિયંકા ગાંધી 2009માં અહીં આવ્યા હતા.

Exit mobile version