Site icon hindi.revoi.in

RTIને ખતમ કરવાની કોશિશમાં છે નરેન્દ્ર મોદી સરકાર : સોનિયા ગાંધી

Social Share

યુપીએના ચેરપર્સન અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આરટીઆઈ કાયદામાં સંશોધનના પ્રયાસોની ટીકા કરી છે. તેમણે મોદી સરકારને નિશાને લેતા કહ્યું છે કે તેમની મનસા આરટીઆઈને કમજોર કરવાની છે. કેન્દ્ર સરકાર આરટીઆઈને કમજોર કરવા માટે પોતાની બહુમતીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આને દેશની જનતા પસંદ કરશે નહીં.

મંગળવારે એક નિવેદન જાહેર કરીને સોનિયા ગાંધીએ ક્હ્યું છે કે આ અત્યંત ચિંતાનો વિષય છે કે કેન્દ્ર સરકાર ઐતિહાસીક આરટીઆઈ અધિનિયમ – 2005ને સંપૂર્ણપણ ધ્વસ્ત કરવાની વેતરણમાં છે. આ કાયદો સલાહ બાદ તૈયાર કરવામાં આવ્યો હતો અને સંસદ દ્વારા સર્વસંમતિથી પારીત કરવામાં આવ્યો હતો. આ કાયદો હવે સમાપ્ત થવાની અણિ પર છે. મહત્વપૂર્ણ છે કે માહિતી અધિકાર સંશોધન બિલ 2019 હેઠળ સરકારને આ શક્તિ મળી શકે છે કે તે માહિતી કમિશનરોના પગાર અને નોકરીઓની અન્ય શરતોને નક્કી કરી શકે.

સરકારના પગલાની ટીકા કરતા સોનિયા ગાંધીએ કહ્યું છે કે ગત દશ વર્ષોથી વધુ સમયથી આપણા દેશના મહિલા- પુરુષોએ માહિતીના અધિકારના કાયદાનો ઉપયોગ કર્યો છે અને પ્રશાસનના અલગ-અલગ સ્તર પર પારદર્શકતા લાવવાની કોશિશ કરી છે. સોનિયા ગાંધીએ ક્હ્યું છે કે આ કોશિશોના કારણા આપણું લોકતંત્ર ઘણું મજબૂત થયું છે. તેમણે કહ્યુ છે કે માહિતી અધિકાર સાથે જોડાયેલા કાર્યકર્તાઓએ મોટા પ્રમાણમાં આ કાયદાનો ઉપયોગ કર્યો છે અને તેનાથી ગરીબો અને હાંસિયામાં ધકેલાયેલા લોકને આનાથી ફાયદો મળ્યો છે.

સોનિયા ગાંધીએ ક્હ્યું છે કે આ સ્પષ્ટ છે કે હાલની કેન્દ્ર સરકાર આરટીઆઈ કાયદાને એક અડચણ સમજે છે અને કેન્દ્રીય માહિતી કમિશનરના સ્વતંત્ર અસ્તિત્વને સમાપ્ત કરવા ચાહે છે, તેનાથી આ કાયદામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય વિજિલન્સ કમિશનરના દરજ્જાને સમાન કરી દીધો હતો. કેન્દ્ર સરકાર ગૃહમાં પોતાની બહુમતીનો ઉપયોગ આ ઉદેશ્યને પ્રાપ્ત કરવામા કરી શકે છે. પરંતુ આ પ્રક્રિયામાં તે દેશના દરેક નાગરીકને કમજોર કરશે.

જો કે કેન્દ્ર સરકારે સોમવારે વિપક્ષની આ આશંકાઓને નામંજૂર કરતા કહ્યું હતું કે સરકાર માહિતીના અધિકારના કાયદાની સ્વાયત્તતા અને તેની પારદર્શકતાને જાળવી રાખવાને લઈને પ્રતિબદ્ધ છે.

Exit mobile version