કમલનાથ અને સોનિયા ગાંધીની મુલાકાત
કોંગ્રેસ અધ્યક્ષના નામ પર ચર્ચા થઈ
પીસીસીની દોડમાં સિંધિયા સહિત કેટલાક નેતા લાઈનમાં
સિંધિયા સમર્થકની પીર્ટી છોડવાની ધમકી
મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને મુખ્ય મંત્રી કમલનાથે શુક્રવારે દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કમલનાથ અને સોનિયા ગાંધી વચ્ચેના અડધો કલાક ચાલી રહેલી બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે, હવે નવા પ્રદેશ પ્રમુખના નામની ઘોષણા ટૂંક સમયમાં થઈ શકે છે.કમલનાથે કહ્યું કે,સોનિયા ગાંધી સાથે સંગઠનને લઈને ચર્ચા થઈ હતી,જે સફળ રહી છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગીના સવાલ પર કમલનાથે કહ્યું કે “જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગીની જાણકારી મને નથી,મને નથી લાગતું કે તે પાર્ટીથી નાખુશ છે, તેમણે કહ્યું કે અમે સોનિયા ગાંધીની સામે નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પરાજય પછી મુખ્યમંત્રી કમલનાથે મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ, પરંતુ હજુ સુધી પ્રદેશ અધ્યક્ષ માટે નવું નામ નક્કી કરવામાં નથી આવી રહ્યું. જેને લઈને આ નિર્ણય લંબાતો રહ્યો છે,જેથી તેઓ સીએમની સાથે સાથે પ્રદેશ અધ્યક્ષનું પદ પણ સંભઆળી રહ્યા છે.
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથ વૈષણવદેવી દર્શન કરવા જઈ રહ્યા છે,તેવામાં તેઓએ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિય ગાંધી સાથે મુલાકાત કરી હતી,આ સમય દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે કોંગ્રેસના નવા અધ્યક્ષને લઈને વાર્તાલાપ થયો હતો.
મધ્ય પ્રદેશના ઘણા દિગ્ગજ નેતાઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે ભેગા થઈ રહ્યા છે. જો કે સૂત્રોનું માનવું છે કે આ લીસ્ટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ સામેલ છે. સહાયક મંત્રીઓ અને સિંધિયાના નેતાઓએ તેમના પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગ દરેક મંચ પર કરી ચુક્યા છે.
દતિયાથી કોંગ્રેસના નેતા અશોક ડાંગીએ કહ્યું છે કે, જો જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશથી દૂર રાખવામાં આવે અને તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં નહીં આવે તો તેઓ ડાંગી લોકો સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપશે. જ્યારે સિંધિયાને તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સિંધિયાને મહારાષ્ટ્ર સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવીને મધ્યપ્રદેશના રાજકારણથી દૂર રાખવામાં આવી રહ્યા છે. સિંધિયાએ ગુરુવારે મહારાષ્ટ્ર સ્ક્રિનિંગ કમિટીના સભ્યો દ્વારા લેવાયેલા આ ઉતાવળા નિર્ણય અંગે પોતે નારાજગી વ્યક્ત કરી હતી.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં બાલા બચ્ચનનું નામ પણ ચર્ચામાં છે, જેને કમલનાથ અને સિંધિયા બંને નેતાઓ દ્વારા ટેકો મળ્યો છે. પૂર્વ વિપક્ષી નેતા અજય સિંહ અને દિગ્વિજય સિંહની બેઠક બાદ તેમના નામની પણ ચર્ચા થઈ છે. આ ઉપરાંત શોભા ઓઝા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં સામેલ છે.