Site icon hindi.revoi.in

દિવા ગર્લ સોનમ કપૂર તેની અપકમિંગ થ્રીલર ફિલ્મની તૈયારીમાંઃ- ‘બ્લાઈંડ’ ફિલ્મથી દર્શકોના જીતશે દિલ 

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

મુંબઈઃ- બોલિવૂડની દિવા ગર્લ સોનમ કપૂર તેની અપકમિંગ ફિલ્મની તૈયારીમાં લાગી ચૂકી છે,અભિનેત્રી સોનમ કપૂરને કેટલાક શ્રેષ્ઠ અને સૌથી પાવરફૂલ પર્ફોર્મન્સ આપવાનો શ્રેય આપવામાં આવે છે. હાલમાં તે તેની આગામી થ્રિલર ફિલ્મ ‘બ્લાઇન્ડ’ માટે ખૂબ મહેનત કરતી જોવા મળી રહી છે.

સોનમ કપૂર ફિલ્મના રોલ માટે તેણે સતત મહેનત કરવી પડતી હોય છે આ સાથે જ તે સખત તાલીમ પણ લઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે સોમન હાર્ડવર્ક કરતી જોવા મળી છે,તેણએ તેની દરેક ફિલ્મમાં ખૂબ મહેનત કરી છે, સોનમ ભલે ઓછી ફિલ્મો પરતી હોય છે પરતું તે તેના પાત્રને શાનદાર રીતે નિભાવે છે.

ફિલ્મ ‘રાંઝણા’માં ઝોયાની ભૂમિકા માટે,સોમને સ્ક્રિન પર એક કાર્યકર્તા તરીકે પ્રમાણિક દેખાવવા માટે દિલ્હીની સ્ટુડન્ટ થિયેટર સોસાયટી સાથે સ્ટ્રીટ પ્લે શીખી અને રિહર્સલ કર્યું હતું. ફિલ્મ ‘નીરજા’ માં અને તેના પાત્રના ખૂબ વખાણાય થયેલા હતા સોનમને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો. અભિનેત્રીએ અંતમાં ફ્લાઇટ એટેન્ડન્ટના પરિવાર અને મિત્રો સાથે ઘણો સમય પસાર કર્યો હતો. એટલું જ નહીં, તેણે હાવભાવને યોગ્ય બનાવવા માટે કલાકોના કલાકો નીરજા ભનોટના વીડિયો અને  જાહેરાતો જોઈ હતી.

આજ રીતે ‘ધ ઝોયા ફેક્ટર’ ફિલ્મ જેનાપર આધારિત હતી તે માટે તેણે નવલકથા વાંચવા સિવાય પાત્રની સારી સમજ મેળવવા લેખકની સાથે બેઠકો પણ કરી હતી. દેશભરના ચાહકો આતુરતાથી સોનમને ફરીથી મોટા પડદા પર જોવાની રાહ જોઇ રહ્યા છે, ત્યાર હવે તે તેની આગામી ફિલ્મ ‘બ્લાઇન્ડ’માં  જોવા મળશે, જો કે આ ફિલ્મમાં આગળ શું છે તે જાણવા દર્શકો ઉત્સાહિત છે. શોમ મખીજા દ્વારા દિગ્દર્શિત અને સુજોય ઘોષ દ્વારા સમર્થિત. આ ફિલ્મ વર્ષની સૌથી રાહ જોવાતી ફિલ્મ્સમાંની એક માનવામાં આવી રહી છે.

 

Exit mobile version