Site icon Revoi.in

જેટલીની કેટલીક વિશેષતાઓ, પાર્ટીને વર્તાશે ખોટઃબીજેપી માટે ‘સંકટમોચન’ હતા જેટલી

Social Share

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું નિધન પાર્ટી માટે મોટુ નુકશાન સાબિત થયુ છે, તેમણે ધણી વાર તેમની જવાબદારીઓ ખુબજ સારી રીતે નિભાનવી છે જેના કારણે જેટલીને પાર્ટીના સંકટમોચન કહેવામાં આવતા હતા. ત્યારે તેમના નિધનને લઈને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એટ્વિટ કરીને કહ્યું છે કે “તેઓ એક સ્પષ્ટ નેતા હતા,જે બૌદ્ધિક અને કાયદાકીય ક્ષેક્ષમાં સારી ક્ષમતા ઘરાવતા હતા,” તે સાથે પાર્ટી અધ્યક્ષ ને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે “અરુણ જેટલીના મૃત્યુથી થયેલા નુકશાનની ભરપી જલ્દી નહી થઈ શકે,”તેમણે જેટલીના નિધનને વ્યક્તિગત નુકશાન પણ કહ્યું હતું.

જેટલીના નિધનને બીજેપી પાર્ટીના કેટલાક નેતાઓ એ પક્ષ તરીકે નહી પરંતુ અંગતરીતે પમ મોટુ નુકશાન ગણાવ્યું છે,કારણ કે જેટલી કોઈપણ પરિસ્થિતીમાં વ્યક્તિગત રીતે મદદ કરવા તત્પર રહેતા હતા,તેઓ દરેક જવાબદારીઓને આગળ આવીને નિભાવતા હતા,તેઓ પોતાના પદ સુધી સીમિત નહોતા તેઓ દરેક પડકારનો સામનો કરતા હતા, કેહવામાં આવી રહ્યું છે કે બીજેપી માટે અરુણ જેટલીની જગ્યા કીને આપવી તે ક ખુબજ મુશ્કેલીનું કામ છે,તેમના જવાથી બીજેપીમા ખાલીપો વર્તાય રહ્યો છે.

જેટલીની જેમ કોણ કરશે પાર્ટીનું નેતૃત્વ

અરૂણ જેટલી હંમેશાં ભાજપનું વલણ અપનાવતા હતા,આ વાતને ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ખુદ સ્વીકારે છે. નીતિન ગડકરીનું કહેવું છે કે અરુણ જેટલીએ બૌદ્ધિકો વચ્ચે ભાજપના કથાને સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેઓ ચૂંટણી સમયે મીડિયાની વ્યૂહરચના શું હશે, તે ખૂબ જ સારી રીતે નક્કી કરતા હતા. એટલું જ નહીં, અરુણ જેટલી પાર્ટીની દરેક સભા પહેલાની તૈયારી પોતે કરતા હતા, ભાગ્યે જ કોઈ અન્ય નેતા હતા. અરુણ જેટલી જે બોલતા હતા તેમાંથી પાર્ટીની લાઇન નક્કી કરવામાં આવતી.

સાચા અર્થમાં સંકટમોચક હતા

જ્યારે વાત ભાજપ કે પાર્ટીના નેતાઓની આવે છે ત્યારે અરૂણ જેટલી કટોકટીને પહોંચી વળવા તેમની સામે મક્કમતાથી ઊભા રહેતાં હતાં. પછી તે પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને જૈન હવાલા કૌભાંડમાંથી બચાવવાની વાત અથવા મોદી અને શાહને ગોધરાકાંડની કાયદાકીય બવાલમાંથી નીકાળવાની વાત હોય, કે પછી ઇશરત જહાં-સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરનો મામલો હોય.અરુણ જેટલીએ આ દરેક કેસમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં, જ્યારે ભાજપ સરકારના નીતિગત મુદ્દાઓ અને સરકારના નિર્ણયોથી ઘેરાયેલી હતી, ત્યારે અરુણ જેટલીએ તેનો જોરદાર બચાવ કર્યો હતો. જેટલીએ નોટબંધી, જીએસટી, રાફેલ વગેરે જેવા મુદ્દાઓ પર બ્લોગ લખવાથી લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવા સુધીની તમામ દજવાબદારી નિભાવી હતી,એટલે જ કહી શકાય કે તોએ પારટીના સંકટમોચન હતા.

કાનૂની અને આર્થિક સલાહકાર પણ રહ્યા છે

સુપ્રીમ કોર્ટના નેતા વકીલ અરૂણ જેટલી કાયદાના નેતા હતા. અરૂણ જેટલી મોદી સરકાર દ્વારા તૈયાર કરાયેલા દરેક પ્રકારના બિલના મુખ્ય ભૂમિકા ભજવતા હતા. પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનના નિધન પર જારી નિવેદનમાં કહ્યું છે કે કાનૂની મુદ્દા પર પક્ષ જેટલીના અભિપ્રાય સાથે આગળ વધતો હતો. એટલું જ નહીં, કાયદા સાથેની આર્થિક બાબતોમાં પણ તેમને સમાન અધિકાર હતા.

આ જ કારણથી પીએમ મોદીએ તેમને પ્રથમ કાર્યકાળમાં નાણાં પ્રધાન બનાવ્યા હતા. બીજી ટર્મમાં પણ તેઓ નાણાં પ્રધાન બન્યા હોત. પરંતુ સ્વાસ્થ્યનાં કારણોસર, 2019 ની ચૂંટણી પહેલા, તેમણે પોતાને રાજકારણ અને સરકારથી દૂર રાખવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે તેમની યોગ્યતાને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને પોર્ટફોલિયો વિના મંત્રી બનવાની ઓફર કરી હતી.

ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે તેઓ એક પુલ બનીને રહ્યા

અરૂણ જેટલી લાંબા સમય સુધી ભાજપ અને સાથીપક્ષો વચ્ચે પુલ બની રહ્યા હતા. તેમણે વાજપેયી-અડવાણીના યુગ દરમિયાન બનેલા એનડીએના જાણીતા શીલ્પકારોમાંના એક ગણવામાં આવ્યાં હતાં. 2019 ની લોકસભાની ચૂંટણીમાં, જ્યારે બિહારમાં નીતીશની જેડીયુ, રામ વિલાસ પાસવાનની એલજેપી અને ભાજપ બેઠકો પર ગુંચવાયા, ત્યારે અરૂણ જેટલીએ જ તેને હલ કર્યું હતું. ખુદ રામ વિલાસ પાસવાને કહ્યું છે કે તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહને આ કામ અરુણ જેટલીને સોંપવાનું કહ્યું હતું, અને તેઓ ખુબજ સારી રીતે કામ પાર પણ પાડ્યું.

બિજપી એક સમયે 90 ના દાયકામાં રાજકીય અસ્પૃશ્ય પક્ષ માનવામાં આવતો હતો. કારણ કે ભાજપના અન્ય રાજકીય પક્ષો કોંગ્રેસની તુલનામાં તેમનાથી અંતર રાખીને ચાલતા હતા. પરંતુ વાજપેયીએ એનડીએની છત હેઠળ અનેક પક્ષોને એક સાથે કરીને આ ધારણાને તોડી હતી. ભાજપને સ્વીકૃતિ અપાવી હતી.

કહેવાય છે કે તે સમયે અરુણ જેટલી એનડીએના કારીગરોમાંના એક હતા. તેમના ઉદાર ચહેરા અને જેપી ચળવળ સાથેના તેમનો લગાવ હોવાના કારણથી અન્ય પક્ષોના નેતાઓ સાથેના સારા સંબંધોને કારણે તેઓ એનડીએની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવામાં સફળ થયા હતા.

કુશળ સ્ટ્રેટેજિસ્ટ, ચૂંટણી મેનેજર રહ્યા છે

એ જુદી અલગ છે કે અરુણ જેટલી હંમેશાં રાજ્યસભા થકી સંસદમાં જતા હતા. તેમણે જીવનમાં પહેલીવાર 2014 માં અમૃતસરથી લોકસભાની ચૂંટણી લડી હતી. તેમ છતાં, તેઓ ભાજપ માટે કુશળ ચૂંટણી રણનીતીકાર રહ્યા

દરેક ચૂંટણીમાં ભાજપનો મેનિફેસ્ટો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2014 ની લોકસભાની ચૂંટણીમાં તેમણે પ્રચાર અભિયાનનો હવાલો સંભાળ્યો હતો. 2014 માં નિર્ણય લીધો હતો કે ચૂંટણી પોસ્ટરોમાં ભાજપ નહીં પણ મોદી સરકારનું સૂત્ર આપવામાં આવશે. દરેક પોસ્ટર પર ફક્ત અને ફક્ત મોદીનું વર્ચસ્વ રહેશે. કારણ કે ભાજપ દ્વારા કરાયેલા આંતરિક સર્વેમાં મોદીની પ્રચંડ લોકપ્રિયતા લોકોમાં સામે આવી હતી. ત્યારે જેટલીએ એક પ્રખ્યાત નિવેદન આપ્યું હતું કે આ વખતે દેશની જનતા સંસદીય બોર્ડ નહીં પણ વડા પ્રધાનનો ચહેરો નક્કી કરશે.