Site icon Revoi.in

સ્મૃતિ ઈરાનીની સંવેદનશીલતા: અમેઠીમાં પોતાના કાફલાની એમ્બ્યુલન્સમાં મહિલા દર્દીને મોકલી હોસ્પિટલ

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની શનિવારે પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીની મુલાકાતે છે. તે વખતે તેમનો કાફલો પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેમની નજર એક બીમાર મહિલા પર પડી હતી. મહિલાની હાલત જોઈને તેમણે પોતાનો કાફલો રોકાવ્યો અને બીમાર મહિલાને પોતાના કાફલાની એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ મોકલી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આનો વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયામાં આ મહિલા દર્દી ગંભીરપણે બીમાર દેખાઈ રહી છે અને ચાલવા માટે પણ અસમર્થ છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સ્મૃતિ ઈરાનીએ કાફલાને એક સ્થાને રોકાવ્યો છે. કેટલાક લોકો બીમાર મહિલાને ખુરશીમાં બેસાડીને લાવે છે અને તેને ઉપાડીને એમ્બ્યુલન્સમાં બેસાડા છે. સ્મૃતિ ઈરાની તે વખતે ખુદ ત્યાં હાજર રહી અને બીમાર મહિલાના પરિવારજનો સાથે વાતચીત કરીને તેમને સારવાર કરાવવા સંબંધિત નિર્દેશ આપે છે. મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડીને તેને હોસ્પિટલ રવાના કર્યા બાદ સ્મૃતિ ઈરાની આગળ વધે છે.

અમેઠીમાં મુલાકાત દરમિયાન એક વધુ ઘટના બની હતી. સ્મૃતિ ઈરાની અહીં એક કાર્યક્રમમાં હાજર હતા. ત્યારે વિનંતી લઈને આવેલી એક મહિલા તેમના પગે પડી હતી. મહિલાએ પોતાની પીડા સંભળાવતા કહ્યું કે તેના કેટલાક સંબંધીઓએ તેની જમીન હડપી લીધી છે. સ્મૃતિ ઈરાનીએ મહિલાની સમસ્યાને સાંભળી અને તેને મામલો ઉકેલવાનો ભરોસો પણ આપ્યો હતો.

સ્મૃતિ ઈરાનીની અમેઠી મુલાકાત વખતે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત પણ તેમની સાથે હાજર હતા. ગૌરીગંજના બરૌલિયા ગામમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રમોદ સાવંદે કહ્યુ હતુ કે ગોવાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહર પર્રિકરે આ ગામને દત્તક લીધું હતું. હવે ગોવા સરકાર પણ શિક્ષણ ક્ષેત્રમાં કામે કરવા માંગે છે. તેમણે કહ્યુ હતુ કે પર્રિકર આ ગામ સાથે ઘણો લગાવ ધરાવતા હતા.