Site icon Revoi.in

એમેઝોનના જંગલોની આગથી દક્ષિણ અમેરીકાના 9 દેશો ઝેરી ધુમાડાની ઝપેટમાં

Social Share

એમેઝોનના જંગલોમાં આગ ક્ષમવાનું નામ નથી લઈ રહી,  ગની ઘટનાથી બ્રાઝીલના રોરાઈમામાં 141 ટકા, એક્રેમાં 138 ટકા, રોડોનિયામાં 115 ટકા, એમેઝોનાસમાં 81 ટકાનો વધોરો થયો છે,જ્યારે દક્ષિણના મોટો ગ્રોસો ડો સૂલમાં 114 ટકાનો વધારો થયો છે,ત્યારે આ આગને લઈને ઝેરી ધુમાડો અમેરીકાના 9 દેશોમાં ફેલી રહ્યો છે જે ક ચિંતાનો વિષય છે.

છેલ્લા એક દાયકામાં પહેલી વખત, બ્રાઝિલના એમેઝોનના વરસાદના જંગલોમાં આટલી મોટી ભીષણ આગ લાગવા પામી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ આગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રાઝિલના ઉત્તરીય ભાગમાં આવેલા રોરૈમા, એક્રે, રોન્ડેનીયા, પારા, માટો ગ્રોસો અને એમેઝોનાસ રાજ્યો  વધુ પ્રમાણમાં આગથી અસરગ્રસ્ત છે.આ આગની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે બ્રાઝિલમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આ આગમાંથી નીકળતા ધુમાડાની અસર દક્ષિણ અમેરિકાના 9 દેશોમાં જોવા મળી રહી છે.

આગથી  પેદા થયેલા ધુમાડાના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. નાસાના જણાવ્યા મુજબ, આ ધુમાડો એટલાન્ટિક દરિયાકાંઠે ફેલાઈ રહ્યો છે.અટલે કે આ ઘુમાડાએ 2800 ચોરસ કિમીના ક્ષેત્ર પર ત્રાસ ફેલાવ્યો  છે.  આગમાંથી મોટા પ્રમાણમાં  કાર્બન ડાયોક્સાઇડ પેદા થી રહ્યુ છે. આ વર્ષે કાર્બન ડાયોક્સાઇડનો 228 મેગાટન આંકડો નોંધાયો છે. 2010 પછીનું આ પ્રમાણ સૌથી માટુ પ્રમાણ છે. આ સાથે સાથે ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ પણ નીકળી રહ્યો છે. તે દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાના વિસ્તારો સુધી ફેલાઈ ચુક્યો છે .

કયા કારણોસર એમેઝોનના જંગલોમાં આગ લાગે છે ?

જુલાઈથી ઓક્ટોબરની વચ્ચે શુષ્ક ઋતુમાં  બ્રાઝિલના જંગલોમાં આગ લાગવી સામાન્ય  વાત છે. કુદરતી કારણોને લીધે પણ આગ લાગી શકે છે, પરંતુ સાથે સાથે સમયે ખેડૂતો અને લાકડા કાપનારાઓ પણ આ જંગલમાં આગ લગાવે  છે. એવું માનવામાં આવે છે કે આ વખતે ખેડૂતો અને લાકડા કાપનારાઓએ જમીન સાફ કરવા માટે જાણી જોઈને આગ લગાવી છે અને આ આગે મોટૂ સ્વરુપ ઘારણ કર્યું છે.

કેટલી વિસ્તૃત છે આ એમેઝોન જંગલની આગ ?

એમેઝોનના જંગલોની આ આગ એટલી મોટી છે કે તે અંતરીક્ષમાંથી પણ જોય શકાય છે. યુ.એસ. સ્પેસ એજન્સી નાસા દ્વારા કેટલાક ઉપગ્રહોએ પણ તેના ફોટો પાડ્યા  છે. તેની સીધી અસર દક્ષિણ અમેરિકાના 9 દેશોમાં થઈ રહી છે. ઓગસ્ટ 19 ના રોજ આ આગની જગ્યાથી 2735 કિમી દૂર આવેલા સાઓ પાઉલો શહેરમા  દિવસના એક કલાક માટે અંધરું થવાય છે આ અંધારુ જંગલોમાંથી નીકળતા માટો પ્રમાણના ધુમાડાના કારણે થાય છે.

એમેઝાનના જંગલોમાં દરેક વર્ષે લાગેલી આગ અને તેનું પ્રમાણ આ મુજબ છે

વર્ષ 2013 માં  35,567, વર્ષ 2014માં   53,238,વર્ષ 2015માં   51,964,વર્ષ 2016માં   68,484,વર્ષ 2017 માં   52,133,વર્ષ 2018 માં   40,136, વર્ષ 2019 માં  74,755 પ્રમાણમાં આગ લાગી હતી.

બ્રાઝીલની સરકારના આંકડા મુજબ આ વર્ષે જાન્યુઆરી થી લઈને અત્યાર સુધી એમેઝોનના જંગલોમાં આગની 75 હજાર ઘટનાઓ નોંધવામાં આવી છે.જ્યારે તેની સરખામણીએ પાછલા વર્ષે 40,136 ઘટનાઓ નોંધાય છે,એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રાધીલના રાષ્ટ્રપતિ ઝેયર બોલસોનારોએ સત્તા સંભાળ્યા પછી જંગલો કપાવવાની ઘટનાઓ વધી છે,