Site icon hindi.revoi.in

દિલ્હીમાં ચારમાળની બિલ્ડિંગમાં આગ લાગતા 6ના મોત,અન્ય 11 ઘાયલ

Social Share

દક્ષિણ દિલ્હીની એક બિલ્ડિંગમાં આગ

6 વ્યક્તિના મોત

7 ગાડી અને 8 મોટર સાયકલ બળીને ખાખ

મોતને ભેટનારમાં બે બાળકોનો સમાવેશ

દેશની રાજધાની દિલ્હીમાં અવાર નવાર અનેક ઘટનાઓ બનતી રહેતી હોય છે જેમાં દક્ષિણ  દિલ્હીના ઝાકીર નગરમાં સોમવારની રાત્રે એક બહુમાળી ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે,  આ આગ ખુબજ ભંયકર રુપમાં લાગી હતી જેને લઈને 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતો ત્યારે 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે ફાયર વિભારની ટીમને અન્ય 20 લોકોને ઘટના સ્થળેથી હેમમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ આગની ઘટનામાં બિલ્ડિંગના પાર્કિંગમાં 8 મોયર સાયકલ ને 7 કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચતા બચાવકાર્ય શરુ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ઘર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વવિધાલયની પાસે ભરચક વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગમાં રાત્રીના 2 વાગ્યે આ ઘટના બની હતી, આ આગ વિજળીના મિટર પાસેથી ચારેબાજુ ફેલાઈ હતી,કેટલાક લોકોએ પોતાના બચાવ માટે ઉપરથી છલાંગ લગાવી હતી ત્યારે ઘાયલ થનારને નજીકની હાસ્પિટલમાં લઈ જવાયા હતા, મોતને ભેટનારમાં 2 પુરુષ 2 મહિલા અને 2 બાળકો હતા ,આ બિલ્ડિંગમા 13 ફ્લેટ હતા.

આ આગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલની મુખ્ય સીએમઓ ડોક્ટર માલાએ જણાવ્યું હતુ કે ઘાયલ થયેલા 5 દર્દીઓ આઈસીયૂમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે અન્ય દર્દીઓ જનરલ વોર્ડમાં છે,ત્યારે એક નય બાળક પમ આઈસીયબમાં છે,મુખ્ય મંત્રી કેજરીવાલે ટ્વિટર પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે તેમણે કહયુ કે આ ઘટના વિશે સાંભળીને ખુબ દુખ થયુ છે આ ઘટનાને લઈને દિલ્હી સરકાર પિડીતોને બનતી સહાયતા કરશે.

Exit mobile version